બાબરા ખાતે આવેલી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીના સભાસદ ગમા પીપળીયા ગામના રહીશ મનુભાઈ દેવશીભાઈ બોઘાણીએ મંડળીમાંથી લોન લીધી હતી લોન પેટે રૂપિયા ૧.૫૦ લાખનો વીમો ઉતરાવેલ હતો. આ સભાસદનું અવસાન થતાં સભાસદે ઉતરાવેલ વીમાની રકમનો ચેક પરિવારના સભ્યોને આપવામાં આવ્યો હતો. આ તકે મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડિયા, ગિરધરભાઈ સભાયા, દલસુખભાઈ ભેસાણીયા, ગુણાભાઈ ભંડેરી, શંભુભાઈ પાચાણી, મગનભાઈ કોઠીયા, સુરેશભાઈ ભાલાળા અને જયેશભાઈ ચોવટીયા સહિતના હાજર રહ્યા હતા.







































