બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરની નણંદ સબા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સબા અવારનવાર પરિવાર સાથેની નવી-જૂની તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી દે છે. હાલમાં જ સબાએ ભાભી કરીના કપૂર સાથેની સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર પર કરીનાએ પ્રતિક્રિયા આપી છે. તસવીરમાં કરીના કપૂર મલ્ટીકલર ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. બન, સુંદર ઈયરિંગ્સ સાથે તેણે લૂકને પૂરો કર્યો છે. જ્યારે સબા પર્પલ રંગના ડ્રેસમાં જાવા મળી રહી છે. કરીના સબાને પ્રેમથી ભેટથી જાવા મળી રહી છે. ઈનાયાની બર્થ ડે પાર્ટી વખતની આ તસવીર શેર કરતાં સબાએ લખ્યું, “લવ યુ. જે ક્ષણો આપણે વહેંચી છે, જે સમય સાથે વિતાવ્યો છે. આપણી જર્ની હાસ્ય, પ્રેમ અને આલિંગનોથી ભરેલી રહે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કરીનાએ આ પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું, “લવ યુ ટુ.” સબાએ કરીનાની આ સ્ટોરીને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઓલવેઝ એન્ડ ફોરેવરનું સ્ટીકર શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સબા અવારનવાર કરીના અને તેના બાળકો સાથે તસવીર શેર કરે છે. ત્યારે ઘણાં ટ્રોલર્સ કહી ચૂક્યા છે કે, કરીના સબાને એટલો પ્રેમ નથી કરતી જેટલો તે તેને કરે છે. જાકે, સબા ટ્રોલર્સને વળતો જવાબ આપી ચૂકી છે અને કરીનાએ પણ આ પોસ્ટ દ્વારા ટ્રોલર્સની બોલતી બંધ કરી હતી. એક દિવસ અગાઉ સબાએ પોતાના ભત્રીજા જહાંગીર સાથેની મોનોક્રોમ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતાં સબાએ લખ્યું, “ભૂતકાળમાં ના જીવો. પરંતુ જ્યારે વર્તમાન આવું લાગતું હોય તો શા માટે નહીં. બ્લેક એન્ડ વ્હાઈટ ગમે છે…શું તમને પણ ગમે છે? જણાવી દઈએ કે, જહાંગીર કરીના અને સૈફનો નાનો દીકરો છે. તેનો જન્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. કરીના અને સૈફનો મોટો દીકરો છે તૈમૂર જે સાડા ચાર વર્ષનો છે.