:બોપલ, શેલા અને સાણંદના હજારો રહેવાસીઓએ છેલ્લા ત્રણ દિવસમાં પાવર આઉટનો અનુભવ કર્યો હતો, જેનું કારણ એક સબસ્ટેશનમાં આગ અને વડાવી અને બોપલ વચ્ચેની ૬૬ાv લાઇન ટ્રીપ થવાને કારણે હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધેલા ભારને કારણે ટ્રીપ થઈ હતી અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન ટૂંક સમયમાં સાણંદ અને ઘુમા અને ભાડજ અને સાયન્સ સિટી વચ્ચે નવી ૬૬ કેવી લાઈનો સ્થાપિત કરશે.
યુડીવીસીએલના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “વીજ પુરવઠાની કોઈ સમસ્યા નથી. જા કે, વડાવી અને બોપલ વચ્ચેની જીઇટીસીઓ ૬૬ કેવી લાઇનમાં સમસ્યા સર્જાઈ છે, જે ટ્રીપ થઈ ગઈ છે. જેના કારણે બોપલ, શેલા અને સાણંદમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. શનિવારે બોપલ સબસ્ટેશનમાં આગ લાગી હતી જેના કારણે આ વિસ્તારમાં પુરવઠાને અસર થઈ હતી, પરંતુ અમે તાપમાન વધુ હોય તેવા સમયે રહેવાસીઓને વીજળી મળે તેની ખાતરી કરવા માટે અમે બીજી ૧૧ાv લાઇન દ્વારા સપ્લાય શરૂ કર્યો હતો.”
ગેટકોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “રહેવાસીઓને પાવર આઉટેજનો સામનો કરવો પડ્યો હતો કારણ કે એક લાઇન ટ્રીપ થઈ ગઈ હતી પરંતુ અમે ઉકેલ પર કામ કર્યું છે અને માનીએ છીએ કે હવે કોઈ આઉટેજ થશે નહીં. અમે ભાડજ અને સાયન્સ સિટી અને સાણંદ અને ઘુમા વચ્ચે નવી ૬૬ કેવી લાઇન વડે અમારી સિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છીએ. અમે હાલમાં જૂના સેટઅપનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ જેમ જેમ લોડ વધી રહ્યો છે, અમે ૬૬ કેવી કેબલ લગાવી રહ્યા છીએ.