મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સફેદ ડુંગળી પકવનાર ખેડૂતો તથા કમિશન એજન્ટોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, તા. ૯-મે ને સોમવારે સાંજે ૮ થી સવારના ૮ વાગ્યા સુધી સફેદ કાંદાની આવક લેવામાં આવશે, જેમાં માત્ર ટ્રક/ અથવા ટ્રેક્ટર ઉભા રાખીને વેચાણ થશે, નીચે ઉતારવા દેવામાં આવશે નહીં.
વધુમાં જણાવાયું છે કે, સોમવારથી દરરોજ એક લાખ થેલીની મર્યાદામાં જ આવક લેવામાં આવશે. આવકનું નિયમન કરવા માટે દરેક કમિશન એજન્ટને તેમની તા. ૧-એપ્રિલ-રરથી તા. ૬-મે-રર સુધીની દરરોજની સરેરાશ આવક કરતા ર૦ થી રપ% આવકમાં કાપ મુકવાનો રહેશે, જે રેકર્ડ આધારિત નક્કી કરેલ છે. આ આયોજન ખેડૂતોને થઇ રહેલ નુકસાન રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. ૧૦૦ દિવસ ટાઢ, તડકો વેઠી, લોહી-પરસેવો એક કરી કાંદા આપણા પરિવારના ગુજરાન માટે પકવ્યા છે ત્યારે ૧૦-૧પ દિવસની ધીરજ રાખી સહકાર આપવા જણાવાયું છે. ખેડૂતોએ ૭/૧રમાં જે નામ હોય તે જ નામે ગેઇટ એન્ટ્રી કરાવવી અને બીલ પણ તે જ નામે બનાવવું તેવી સૂચના આપવામાં
આવી છે.