દરેક વ્યક્તિના જીવનમાં સફળતા – નિષ્ફળતા બંને આવે જ છે. કોઇપ્ક બાબતોમાં સફળતા મળે, તો કોઇકમાં નિષ્ફળતા, જાકે, નિષ્ફળતા પચાવી જાણનારને જ ભવિષ્યમાં સફળતા મળી શકે છે. નિષ્ફળતાનો સામનો કરનાર જ સિકંદર બની શકે છે.
સફળતા – નિષ્ફતા એ જે- તે કાર્ય આધિન તો છે જ , પણ સાથોસાથ વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ એમા વધુ ભાગ ભજવી શકે છે. પ્રતિકૂળ સંજાગોમાં ય જા વ્યક્તિત્વ મજબૂત હોય તો સફળતા પગ ચૂમે જ છે.
માનવીના ઘડતર અને સફળતા માટે તેણે સ્વ-મૂલ્યાંકન અને આત્મપરિક્ષણ કરવું ખૂબ જરૂરી બને છે. શું સફળતા માટે જરૂરી એવું વ્યક્તિત્વ તમે ધરાવો છો ? તમે જાતે જ જાણી લો.
– નીચેના સવાલના જવામાં તમારો જવાબ ‘હા’ હોય તો ૪ (ચાર) ગુણ, ‘ઘણે અંશે’ હોય તો ૩ (ત્રણ) ગુણ, ‘ થોડે અંશે ’ હોય તો ર(બે) અને ‘ના’ હોય તો ૧(એક) ગુણ આપો.
૧. તમે હકારાત્મક વલણ ધરાવો છો ?
ર. તમે તમારી ભૂલોનો હિંમતપૂર્વક અને ગુનાહિત ભાવના વગર સ્વીકાર કરી શકો છો ?
૩. તમે તમારા કુટુંબીજનોને પ્રેમ કરો છો ?
૪. તમારો ચહેરો હંમેશા હસતો રહે છે ?
પ. તમે તમારા નિર્ણયો જાતે જ લો છો ?
૬. તમે ખરેખર નમ્રતાથી વાતચીત કરો છો ?
૭. તમને તમારા આસપાસના લોકો અને સહકાર્યકરો પ્રત્યે સ્નેહ છે ?
૮. તમે શારીરિક રીતે સ્વસ્થ છો ?
૯. તમે માનસિક રીતે સ્વસ્થ છો ?
૧૦. તમે કાયદા અને અનુશાસનને માન આપો છો ?
૧૧. તમે અન્યની નિંદા કરવાની વૃત્તિથી દૂર રહી શકો છો.
૧ર. નિષ્ફળતાના સમયે તમે સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક રહી શકો છો ?
૧૩. તમારી કારકિર્દી તમને ગમે છે ?
૧૪. નાનાં – મોટાં, અમીર- ગરીબ, જાણ્યાં – અજાણ્યાં સૌને તમે માન – આદર આપો છો ?
૧પ. તમે અંધવિશ્વાસ અને અતાર્કિક સામાજીક રીતિરિવાજાથી મુક્ત છો ?
૧૬. તમે માનસિક તણાવનો સામનો ઠંડે કલેજે અને હિમંતથી કરી શકો છો ?
૧૭. તમે લઘુતાગ્રંથી અને ગુરૂતાગ્રંથીથી દૂર છો ?
૧૮. તમે તમારા ભય (ફોબિયા)ને ઓળખી શકો છો ? અને તે ભયથી મુક્ત રહીને પણ તમારા નિર્ણયો તમે લઇ શકો છો ?
૧૯. તમને બીજાની સફળતા પર તેના પ્રત્યે માન ઉપજે છે ?
ર૦ તમારાથી વિરૂધ્ધ જાતિ (સ્ત્રી/પુરૂષ)ની વ્યક્તિ સાથેના સંબંધમાં તમે તમારી જાતને મુક્ત અનુભવો છો ?
ર૧. કોઇપણ વ્યક્તિની લાગણીને તમે સમજી શકો છો ?
રર. તમે એવું માનો છો કે માનવીનું જીવન કિંમતી, સન્માનીય અને પૂજનીય છે ?
ર૩. તમે જીવનને માણો છો ?
ર૪. તમે તમારા લગ્ન જીવનને માણી શકો છો ?
રપ. તમે માનો છો કે સફળતા એ સામૂહિક પ્રક્રિયા છે અને તે માટે અન્ય વ્યક્તિઓના સહકારની અછત રહે છે ?
– હવે પચ્ચીસેય સવાલના જવાબમાં આપને મળેલા ગુણનો સરવાળો કરી લો. જે સરવાળો આવે તે મુજબ પરિણામ જાણી લો.
પરિણામ ૭૬ થી ૧૦૦: દરેક સફળતા માટે તમે તૈયાર જ રહો. કેમકે, તમને સફળતા અપાવે તેવું :વ્યક્તિત્વ તમે ચોક્કસપણે ધરાવો જ છો, તમારા ધ્યેયને વળગી રહીને, પરિશ્રમ જારી રાખોને આગળ વધો.
પ૧ થી ૭પ ગુણ::સફળતા માટે જરૂરી એવું સારૂં :વ્યક્તિત્વ તમે ધરાવો છો. પણ હજુ તેમાં થોડો વધુ પ્રાણ પૂરવાની જરૂર છે.
રપ થી પ૦ ગુણ: સફળતા કરતાં નિષ્ફતા માટે જરૂરી એવું વ્યક્તિત્વ તમે ધરાવો છો. આત્મ વિશ્વાસ પૂર્વક આત્મનિરીક્ષણ કરો, આત્મવિશ્લેષણ કરો અને તનપૂર્વક આત્મ નિરીક્ષણ કરો, આત્મ વિશ્લેષણ કરો અને તમનમનના સ્વ-ભાવમાં આમૂલ પરિવર્તન ભાવી દો… તો ચોક્કસ તમે સફળતા માટે જરૂરી એવું વ્યક્તિત્વ બનાવી જ શકશો. શરૂઆત કરી દો…અત્યારથી જ …!
લાસ્ટ સિન ‘તમારી પાસે મોહકતા હોય તો તમારે બીજા કોઇની જરૂર નથી, અને તે ન હોય તો તમારી પાસે બીજું ગમે તે હોય, એની કોઇ કિંમત નથી.’