અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી લગભગ એક ટકા ઘટ્યા. ૩૦ શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૭૨૧.૦૮ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકા ઘટીને ૮૧,૪૬૩.૦૯ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, તે ૭૮૬.૪૮ પોઈન્ટ અથવા ૦.૯૫ ટકા ઘટીને ૮૧,૩૯૭.૬૯ પર બંધ થયો.તે જ સમયે, ૫૦ શેર ધરાવતો એનએસઇ નિફ્ટી ૨૨૫.૧૦ પોઈન્ટ અથવા ૦.૯૦ ટકા ઘટીને ૨૪,૮૩૭.૦૦ પર બંધ થયો.

સેન્સેક્સ કંપનીઓમાં, જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત પછી બજાજ ફાઇનાન્સના શેર ૪.૭૩ ટકા ઘટ્યા. પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટ્રેન્ટ, ટાટા મોટર્સ, એનટીપીસી અને અદાણી પોર્ટ્‌સ પણ ઘટ્યા. જાકે, સન ફાર્મા અને ભારતી એરટેલ નફામાં હતા. બીએસઇ પર રિલાયન્સ પાવરના શેર ૪.૯૯ ટકા અથવા રૂ. ૨.૯૮ ઘટીને રૂ. ૫૬.૭૨ થયા. બીજી તરફ, રિલાયન્સ પાવરના શેર દ્ગજીઈ પર ૫ ટકા અથવા રૂ. ૨.૯૯ ઘટીને રૂ. ૫૬.૭૮ થયા. બીએસઇ પર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર ૫ ટકા અથવા રૂ. ૧૮ ઘટીને રૂ. ૩૪૨.૦૫ થયા. બીજી તરફ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર એનએસઇ પર ૨.૫૯ ટકા અથવા રૂ. ૨૪ ઘટીને રૂ. ૯૦૪.૧૦ થયા.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્‌સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે કંપનીઓના નિરાશાજનક પરિણામો અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારોમાં ભારે વેચવાલી જાવા મળી. લાર્જ-કેપ શેરોના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારાની મોટી શોર્ટ પોઝિશનને કારણે પણ ઘટાડાનું દબાણ વધ્યું.

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઘટાડા સાથે બંધ થયો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી પોઝિટિવ ઝોનમાં બંધ થયો. યુરોપિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૨ ટકા વધીને ૬૯.૪૦ પ્રતિ બેરલ થયો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. ૨,૧૩૩.૬૯ કરોડના શેર વેચ્યા. જાકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨,૬૧૭.૧૪ કરોડના શેર ખરીદ્યા. ગુરુવારે, સેન્સેક્સ ૫૪૨.૪૭ પોઈન્ટ અથવા ૦.૬૬ ટકા ઘટીને ૮૨,૧૮૪.૧૭ પર બંધ થયો. નિફ્ટી ૧૫૭.૮૦ પોઈન્ટ અથવા ૦.૬૩ ટકા ઘટીને ૨૫,૦૬૨.૧૦ પર બંધ થયો.