(એ.આર.એલ),મુંબઇ,તા.૩
મુંબઈમાં મહાવિકાસ અઘાડીની બેઠક વહેંચણીને લઈને બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણેય પક્ષોના નેતાઓની સાથે સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષના નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠક બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું કે, અમને ગમે તેટલી સીટો મળે, ભાજપ સત્તામાં ન આવવી જાઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અમે ૧૨ સીટો માંગી હતી પરંતુ અમે ભાજપને સત્તા પરથી હટાવવા માટે સમાધાન કરીશું.મુસ્લમોને રીઝવવાના અજિત પવારના પ્રયાસો પર નિશાન સાધતા અબુ આઝમીએ કહ્યું કે, અજિત પવારને આનાથી કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તેઓ ભાજપ સાથે છે, જે મુસ્લમો પર અન્યાય અને અત્યાચાર કરે છે. તેથી મુÂસ્લમ સમુદાય ક્યારેય સમર્થન નહીં કરે. તેમણે વધુમાં કહ્યું કે, અજિત પવાર મુસ્લમોને આટલો પ્રેમ કેમ કરે છે, કારણ કે ત્યાં ચૂંટણી છે અને તેમને મતોની જરૂર છે.બેઠક બાદ મહારાષ્ટકોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, આજે મળેલી મહાવિકાસ આઘાડીની બેઠકમાં અમે નાના સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી, આગામી દિવસોમાં આ ચર્ચાઓ પૂર્ણ થશે. અજિત પવાર દ્વારા મુસ્લમ ઉમેદવારોની ઘોષણા પર નાના પટોલેએ કહ્યું કે, અજિત પવારને તેનાથી કોઈ ફાયદો થશે નહીં કારણ કે તેઓ જે ભાજપ સાથે છે તેનાથી મુસ્લમ સમુદાય નારાજ છે.નાના પટોલેએ કહ્યું, કોંગ્રેસ મિસિંગ લેડીઝ અભિયાન શરૂ કરશે. અમારી માહિતી મુજબ મહારાષ્ટમાં ૬૪ હજાર મહિલાઓ ગુમ છે. અનંત અંબાણીએ ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે સાથેની મુલાકાત અંગે કહ્યું- આ ઉદ્યોગપતિઓની સરકાર છે, સામાન્ય જનતા માટે નથી, તે ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે, તેથી જ તે સામાન્ય જનતાને નહીં, ઉદ્યોગપતિઓને મળે છે.
શરદ પાવર જૂથના એનસીપી પાર્ટીના નેતા જિતેન્દ્ર આવાડે અજિત પવાર પર નિશાન સાધતા કહ્યું કે, અજિત પવારે સમજવું જાઈએ કે તેઓ કોની સાથે છે, ભાજપ કોની સાથે છે તે મુÂસ્લમ વિરોધી છે.મહારાષ્ટમાં એનસીપી ચીફ અને ડેપ્યુટી સીએમનો હવાલો સંભાળી રહેલા અજિત પવારે તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે. મંગળવારે બીડ પહોંચેલા અજિત પવારે કહ્યું કે તેમની પાર્ટી એનસીપી વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી સમુદાયના ઉમેદવારો માટે તેના ક્વોટામાંથી ૧૦ ટકા બેઠકો અનામત રાખશે. હવે વિપક્ષી પાર્ટીઓ અજિત પવારના આ પગલાને લઘુમતીઓની વોટ બેંકને ટેપ કરવાની વ્યૂહરચના માની રહી છે.