યુપી વિધાનસભાની ચુંટણીમાં માત્ર કેટલાક મહીના જ બાકી છે.આવામાં ભાજપ,સપા,કોંગ્રેસ અને બસપા પોતાની રણનીતિને લઇ સક્રિય નજરે પડી રહ્યાં છે જયારે એક ટીવી દ્વારા કરાવવામાં આવેલા નવા સર્વેથી જોણી શકાય છે કે ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં ભાજપ સરકારની ફરીથી વાપસી મુશ્કેલભરી રહી શકે છે.સર્વે અનુસાર સમાજવાદી પાર્ટી ભાજપને જોરદાર ટકકર આપી શકે છે.
સર્વે અનુસાર ૪૭ લોકોનું માનવું છે કે આવનાર ચુંટણીઓમાં ભાજપની સરકાર બનશે જયારે ૩૧ ટકા સપા સરકારની વાત કરી રહ્યાં છે. આ ઉપરાંત બસપા અને કોંગ્રેસ ખુબ પાછળ નજરે પડી રહી છે. માત્ર આઠ ટકા લોકોનું કહેવુ છે કે રાજયમાં બસપાની સરકાર બનશે તો છ ટકા લોકો કોંગ્રેસની વાપસી બતાવી રહ્યાં છે.
આ આંકડાથી જોહેર થાય છે કે યુપી ચુંટણીમાં અખિલેશ યાદવની પાર્ટી સપા સત્તાધારી ભાજપને સખ્ત પડકાર આપી રહી છે જયારે સર્વેમાં જોણવા મળ્યુ હતું કે ભાજપને ૨૧૨-૨૨૪ બેઠકો મળી શકે છે.આ ઉપરાંત સપાને ૧૫૧-૧૬૦ બેઠકો,બસપાને ૧૨-૨૪ બેઠકો અને કોંગ્રેસને ૨-૧૦ બેઠકો મળે તેવું અનુમાન છે.
એ યાદ રહે કે જેમ જેમ યુપી ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતાની રણનીતિને ધાર આપી રહ્યાં છે. અખિલેશ યાદવે પોતાના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવની મુલાકાત કરી હતી.આ મુલાકાત યુપીની રાજનીતિને જોતા ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.કહેવાય છે કે કાકા અને ભત્રીજો એક સાથે મળી ચુંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે શિવપાલ અને અખિલેશ વચ્ચે તાજેતરમાં ૪૫ મિનિટ મુલાકાત યોજોઇ હતી અને આ બેઠક બાદ સપા અને પ્રસપાની વચ્ચે ગઠબંધન થયું હોવાની જોહેરાત કરવામાં આવી હતી.
જો કે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા શહજોદ પુનાવાલાએ આ મુલાકાત પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે શું અખિલેશ યાદવે શિવપાલ યાદવ દ્વારા તેમને (અખિલેશ યાદવ) ૨૦૧૮માં કંસ કહેવા માટે માફી મંગાવી છે કે અખિલેશ યાદવે માની લીધુ છે કે તેમના કાકાએ જે શબ્દાવાલીનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય હતો.
તેમણે કહ્યું કે હું પુછવા માંગુ છું કે જનતા માટે તેમણે શું કર્યું પુનાવાલાએ અખિલેશ પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે સપા નેતા આઇ પી સિંહ કયારેય આ પાર્ટીના અધ્યક્ષ બની શકે છે કે શું