પોતાની પોસ્ટ અને તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર સતત ધૂમ મચાવતી એક્ટ્રેસ સની લિયોની હવે પોતાના લુંગી ડાન્સને લઈને ચર્ચામાં આવી છે. સની લિયોનીએ પોતાની ટીમ સાથે લુંગી પહેરીને રસ્તા પર ડાન્સ કર્યો, જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સની લિયોનીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સની લિયોની જારદાર અંદાજમાં ડાન્સ કરતી વીડિયોમાં નજરે પડી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૩ લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સની લિયોની હાલ ફિલ્મ ઓહ માય ઘોસ્ટમાં કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ જા કે, ચેન્નાઈમાં ચાલી રહ્યું છે. ત્યાં એક્ટ્રેસે પિંક શર્ટ અને લુંગી પહેરી, ગળામાં રૂમાલ બાંધીને જબરદસ્ત ડાન્સ કર્યો હતો. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો સની લિયોની ઓહ માય ઘોસ્ટ સિવાય કેટલીક અન્ય સાઉથ ફિલ્મોમાં કામ કરતી નજરે પડશે. જેમાં રંગીલા, શેરો અને હેલેન સામેલ છે. એક્ટ્રેસે વર્ષ ૨૦૧૨માં ફિલ્મ જિસ્મ-૨થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મો સિવાય સની લિયોની બિગ બોસ અને એમટીવી
સ્પિલ્ટસવિલામાં પણ કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યુ છે. મહત્વનું છે કે, સની લિયોનીને તેના નજીકના કે પછી કેટલાંક ગાણ્યા ગાંઠ્‌યા લોકો જ જાણે છે કે તે એક પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથો સાથ એક બિઝનેસ ગર્લ પણ છે. સની લિયોની કેટલીક જગ્યાએ રોકાણ કરવાની સાથો સાથ અભિનેત્રી બની અને એક સફળ બિઝનેસ વુમન પણ છે. સની લિયોનીએ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ત્યારે શરૂ કર્યો કે જ્યારે તે માત્ર ૧૮ વર્ષની હતી. તેનું પહેલું રોકાણ ખુદ પોતાના પર હતું. સની લિયોનીએ કહ્યું કે, મેં મારી જાતને એક બ્રાંડ બનાવવા માટે ખૂબ જ રોકાણ કર્યુ છે. મેં પહેલાં એચટીએમએલ શીખી, વેબસાઈટ બનાવવાનું શીખ્યું, પહેલો પ્રોગ્રામ પોતે જ બનાવ્યો, ફોટો એડિટિંગ પણ શીખી. ખરેખરમાં આ મારૂ મોટુ રોકાણ હતું. હું અલગ અલગ વેબમાસ્ટર કન્વેન્શનમાં ગઈ. ટ્રાફિક વિશે શીખી, ઉદ્યોગ વિશે જાણ્યું અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે કયુ કામ હું જાતે કરી શકું છું.