કુંકાવાવ તાલુકાના સનાળી અને કોલડા ગામે બસ સ્ટેશન બનાવવા અંગે ગ્રામજનોએ આ વિસ્તારના ધારાસભ્ય પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી. જેથી ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈ આ વિસ્તારના કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણીએ બંને ગામમાં બસ સ્ટેશન બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે.
સનાળી અને કોલડા ગામે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. આ બંને ગામોના બસ સ્ટેશનના નવીનીકરણથી લોકોની કાયમી સમસ્યા હવે દુર થશે. સનાળી અને કોલડા ગામોમાં નવા બસ સ્ટેશન બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ બંને ગામના સરપંચો તેમજ ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો