વડિયાના સનાળા ગામે એક વિદ્યાર્થિનીએ પરીક્ષાના ચિંતામાં ઝેરી દવા પીધી હતી. જેને લઈ તેનું મોત થતા પરિવારજનો શોકમય બની ગયા હતા. દિલીપભાઈ વિનુભાઈ જોષી (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી માનસીબેન (ઉ.વ.૧૯) બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષાની ચિંતાના કારણે તેણે ઝેરી દવા પી લેતાં મોત થયું હતું.