સર્વનું સંચાલન કરતા પરમ તત્વ શ્રી ઈશ્વર સુધી પહોંચવાનો એક માત્ર માર્ગ એટલે સનાતન સંસ્કૃતિ.  વિશ્વના ખૂણે-ખૂણામા પોતાના અસ્તિત્વનો પ્રકાશ પાથરી,  સુર્ય કિરણની ગતી માફક  સત્ય દર્શન કરાવતી આપણી હિન્દુ સંસ્કૃતિનો મહિમા અપરંપાર છે. આજ દિવસ સુધી ઘણા માનવીઓ ને મન દિવાળી પર્વ  માત્ર ને માત્ર ફટાકડા ફોડવા તેમજ આનંદ કરવો તે જ દિવાળી એવા ભ્રમમાં જીવતા રહ્યા છે. ચાલો આજે આપણે આપણા સનાતન ધર્મના  આ પર્વની વાસ્તવિકતા જાણીએ.
મર્યાદા પુરષોતમ પ્રભુ શ્રી રામ જ્યારે દાનવોનો નાશ કરી અયોધ્યામાં પોતાના પાવન પગલાં પાડે છે.  એ વિશ્વને સંદેશ આપે છે કે સનાતન સંસ્કૃતિ એ યુગો-યુગોથી ચાલતી આવી છે તેમજ અનંત કાળ સુધી તેમાં સત ની અનુભુતી  થશે જ.  માટે આની હર્ષભેર ઉજવણીમાં દાનવોના નાશની ખુશાલીમાં ફટાકડા ફોડી આ પર્વની ઉજવણી કરવાની છે.
અયોધ્યાના આ સમયમાં અમુક નિચ્ચ વિચારધારા ધરાવતા લોકો આપણા જ ધર્મની ઉજવણી કરવામાં રૂકાવટ કરવા માટે નવા-નવા કાવતરા કરી સનાતન ધર્મની આ સંસ્કૃતીને લોકોના મન માંથી ભુલાવી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તે અધર્મીઓ ને જાણ નથી કેમ આ સંસ્કૃતી એ તો સર્વોપરી સંસ્કૃતી છે.
આ એ સનાતન સંસ્કૃતિ છે કે જ્યાં મહાભારત જેવા ભયંકર યુદ્ધ થયા છતાં પણ અંતમાં ”શ્રીમદ ભાગવત ગીતાજી” જેવો પવિત્ર ગ્રંથ આ ધરાને પ્રાપ્ત થયો.  ધર્મનો વિજય કરવાના હેતુથી ચાલતી આ સનાતન સંસ્કૃતિ છે. જ્યાં ગીતાનો કહેનાર, વાંસળી વગાડી પ્રીયજનોને મનોરંજન કરાવી શકે તો તેજ  ગીતાનો કહેનાર,  વાંસળી વાગડનાર,  ધર્મરક્ષા અર્થે,  સત્ય પ્રકાશન માટે,  ન્યાય માટે સુદર્શન ઉઠાવી રક્ષસોના રક્તની નદીઑ પણ ચાલતી કરી શકે.  આ એ સનાતન હિન્દુ  સંસ્કૃતિ છે કે જેના પાયામાં પ્રભુ શ્રી રામ છે. મર્યાદાનો તાજ મસ્તક રાખનાર શ્રી રામ જયારે સ્ત્રી રક્ષાની વાત આવે ત્યારે,  નવ-નવ ગ્રહોને પોતાના ખોળામાં બાળકની માફક રમાડનાર એ રાવણ જેવા ભયકંર રાક્ષસને પણ હરાવી સુવર્ણ લંકા એક સત્યના સાથીદાર ને આપી શકે. આપણી હિન્દુ સંસ્કૃતી બન્ને બાજુથી શ્રેઠ છે. વિશ્વની કોઈ સંસ્કૃતી નથી કે જે સનાતન સંસ્કૃતીથી વધુ શ્રેઠ હોઈ.  આની સાક્ષી આજે સુવર્ણ પાનાનો ઇતિહાસ પુરે છે.
આવો આપણે સૌ આપની સનાતન સંસ્કૃતીની ઝળહળતી જ્યોત એટલે દિવાળી નો પાવન તહેવાર ની ઉત્સાહ સાથે સંસ્કૃતીને યાદ કરીને ઉજવણી કરીએ. ફટાકડા ફોડીએ અને એ ફટાકડા નો અવાજ અધર્મીઓના હદયનો ધબકાર ચુકાવી દે,  ફટાકડાનો પ્રકાશ એ અધર્મથી ઢંકાયેલા નિર્દોષ માનવીના જીવનમાં ધર્મ રૂપી પ્રકાશ ફેલાવી દે, હળી-મળીને એકતાનો નાદ સંસ્કૃતીનો બુલંદ અવાજ બની પ્રસરતો રહે, ધર્મ ધ્વજ હંમેશા લહેરાતો રહે તેવી રીતે આ પાવન તહેવારની ઉજવણી કરીએ અને ઈશ્વરનો રાજીપો પામીએ.
હે સનાતન સંસ્કૃતીના નવયુવાનો આ દિવાળીના પર્વ પર નૂતનવર્ષના પ્રારંભમાં મારો આપને સંદેશ છે. ઊર્જાવાન બનો.., નીડર બનો.., સત્યનો પ્રકાશ પાથરવા માટે ધર્મને જાણો,  પ. પુ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત શિરોમણીના જીવન ચરિત્રને જાણો,  હે યુવાનો શ્રી કૃષ્ણni માફક ક્યારેક-ક્યારેક વાંસળી ત્યજી ધર્મરક્ષા અર્થે સુદર્શન પણ ઉઠાવો. હે નવ યુવાનો તમે શક્તિ શાળી છો. તમેં બલવાન છો. તમે બકરીની માફક શાં માટે જીવો છો? સુર્યથી પણ વધુ અનેકગણું વધુ તેજ અને ઊર્જા આપણા ધર્મમાં છે. તેનો વાયુ વેગે ફેલાવો કરો. સમગ્ર જગતમાં સત્યનો પ્રકાશ પાથરી શાંતીને સ્થાપીત કરો.
હે ભારતના નવ યુવાનો આ ભારતની ધરા એ તેજસ્વી વીરો ને જન્મ દેનારી ધરા છે. છત્રપતી શિવાજી મહારાજ,  લોંખડી પુરૂષ…હદય સમ્રાટ  શ્રી   સરદાર વલ્લભભાઈ પટેલ,  અકબર ને એકલા હાથે ધ્રૂજવતા એ વીર મહારાણા પ્રતાપ,  ઝાંસીની રાણી લક્ષીબાઈ,  પ. પુ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ,  આ સર્વે આ જ
ઘરના રતન છે. તમે સંકલ્પ કરો તમારું જીવન કઈક કરવા માટે છે તો લોકોના કલ્યાણ અર્થે કર્મ કરો. આ નવા વર્ષે દરેક સાથે દુસમની ત્યજી , મિત્રતા અપનાવો. અધર્મના દંભી વાદળોમાંથી બહાર નીકળી ધર્મનું અનત આકાશ નો આનંદ માણો. અધર્મ સાથે પ્રતિકાર કરી ધર્મવિજય નો ધ્વજ લહેરાવો. આ સાદું જીવન છે મયકાનગલની માફક જીવવું તમને ધ્વજનું નથી. તમે વીર છો, તમે શક્તિશાળી છો અને સનાતનધ્વજ આ ભારતીય કર્યો કરવા માટે પ્રક્રતી સ્વંયમ તમને મદદરૂપ બનવા  તૈયાર છે.
ચાલો આપણે સૌ મળીને સનાતન સંસ્કૃતી ઝળહળતી જ્યોત એ દિવાળીના પર્વ ની ઉજવણી કરીયે અને નૂતન વર્ષથી નવા જીવનનો પ્રારંભ કરીએ. ધર્મરક્ષા અર્થે જીવનની થોડી સમય આ સનાતન સંસ્કૃતીને અર્પણ કરીએ અને ભારત ને ભવ્ય બનાવીએ. વંદે માતરમ.