(ગતાંકથી આગળ)
હવે આખી વાતને રિફ્રેશ કરો તો ખ્યાલ આવશે કે ડિવોર્સની ઘટના પણ આખરે તો બન્ને પાર્ટી અથવા તો બેમાંથી એક પાર્ટી બાજુમાં વળાંક લે છે ત્યારે જ બને છે. બાજુમાં વળાંક લેવાનો મતલબ છે – મૂળ માર્ગથી વિચલિત થવું અથવા આડા ફંટાવું યાને ડાઈવર્ટ થવું. (મિડલ ઈંગ્લીશ વખતથી વપરાતા divert શબ્દના મૂળમાં પણ લેટિન ભાષાનો divert શબ્દ જ છે.) ટૂંકમાં કોઈ પણ કરાર માટેના પૂર્વનિશ્ચિત નિયમોમાંથી બે પૈકીની એક અથવા બન્ને પાર્ટી આડી ફંટાય ત્યારે ડિવોર્સની જરુરીયાત ઉભી થાય છે. લગ્નને ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર ગણવામાં આવે છે. પરિણામે મૂળભૂત સામાજિક ઢાંચામાં ડિવોર્સ શબ્દની કોઇ વિભાવના જ નથી. એક વખત પરણ્યા એટલે સાત જનમ સુધી નાહી નાખવાનું. અમુક કડક ગ્રંથો તો સાત જનમથી પણ આગળ વધીને કહે છેઃ એકવાર અમુક વ્યક્તિ સાથે પરણ- પ્રક્રિયા થઈ ગઈ પછી ભવોભવનું નામું નાખી દેવાનું. માટે જ મોનિયર-વિલિયમ્સની ઈંગ્લીશ- સંસ્કૃત શબ્દમંજૂષામાં ડિવોર્સ માટે કોઈ પ્રોપર સમાનાર્થી કહી શકાય તેવો શબ્દ ઉપલબ્ધ નથી. મોનિયર-વિલિયમ્સને ‘સ્ત્રીપુરુષ વિચ્છેદ’ કે ‘સ્વભાર્યાનિરાકરણ” જેવા શબ્દો મારી- મચડીને મૂકવા પડયા છે. લગ્નવિચ્છેદ ઉર્ફે ડિવોર્સ માટે છૂટાછેડા જેવો ગુજરાતી શબ્દ પણ અંગ્રેજોએ divorceનો કાયદો અમલમાં મૂક્યા પછી ચલણમાં આવેલો શબ્દ છે. પણ ભારતીય વેદકાલીન સંસ્કૃતિ સિવાય લગભગ તમામ સંસ્કૃતિમાં લગ્નને કરાર માનવામાં આવે છે. માટે જ બિનભારતીય સંસ્કૃતિમાં ડિવોર્સ માટે ‘તલાક’ જેવો રોકડો અને તંતોતંત સમાનાર્થી શબ્દ મળી શકે છે. ટૂંકમાં, ડિવોર્સ શબ્દ લગ્નવિચ્છેદ માટે વધુ પડતો રૂઢ થયેલો શબ્દ છે. છતાં તેની મૂળભૂત વિભાવના છૂટા પડવા’ની છે. માટે જનરલ અર્થમાં અંગ્રેજીમાં disconnect, dissolve, disunite, detach, dissociate, part, apart, put away, separate, sever, split up, sunder, unmarry, suðk ð»Þ ŒÚkk ™kW™ Œhefu disjunction, dissolution, disunion, division, parting, separation, severance, break જેવા શબ્દો વતી પણ અર્થસેવા પૂરી પાડવાનું કામ કરી આપે છે.
ડિવોર્સની ડામાડોળ દુનિયામાં સામાન્ય રીતે એવું હોય છે કે જો હાલ દિલ કા ઇધર હો રહા હૈ, વો હાલ દિલ કા ઉધર ભી હો રહા હૈ. તમે સામેવાળી વ્યક્તિથી ત્રાહિમામ થઈ જાવ પછી તમારી વર્તણૂક સહજ રીતે જ એવી થઈ જાય કે સામેવાળી વ્યક્તિ પણ તમારાથી ગળે આવી જાય. ડિવોર્સમેન્ટની અનોખી ઓફરોના ઊંબાડિયાં સામસામે ફેંકાવા માંડે. બેય નમૂનાઓ એકેય બાબતમાં એકબીજા હારે સહમત નો થતાં હોય પણ ડિવોર્સમેન્ટની બાબતમાં સહમત થઈ જાય. ઓલો કાલ્યથી ડિવોર્સની વાત કરતો હોય તો ઓલી આજે ને આજે ફાઈનલ કરી નાખવાની વાત કરતી હોય. ડિવોર્સ, ડિવોર્સ, ડિવોર્સ…. એવું તણ્ય વખત નૈ, તેત્રીસ વખત બોલી નાખે. પણ ઘણા કેસમાં વન-વે હોય છે. એવા કિસ્સામાં એક વ્યક્તિ ડિવોર્સ આપનાર હોય છે અને બીજી વ્યક્તિ ડિવોર્સ પામનાર હોય છે. ડિવોર્સ આપનાર વ્યક્તિને divorcer કહેવામાં આવે છે, અને ડિવોર્સ પામનાર divorced (પરિત્યક્ત) કહેવામાં આવે છે. જો કે આમાં થોડું ધ્યાન રાખવા જેવું છે. કારણ કે ડિવોર્સ આપનાર પણ આખરે તો ડિવોર્સ પામનાર પણ છે. તેથી તેના માટે પણ divorced શબ્દ વપરાય છે. એટલું જ નહીં, ડિવોર્સ આપનાર વ્યક્તિ બન્ને પાર્ટી સિવાયની ત્રીજી વ્યક્તિ એટલે કે કાનૂની અધિકારી કે સામાજિક અધિષ્ઠાતા પણ હોઈ શકે છે, તેને પણ ઙ્ઘૈvર્ષ્ઠિીિ કહી શકાય છે. પણ ડિવોર્સ મેળવનાર- આપનાર બંને માટે સમાનભાવે divorcer શબ્દ કોઈની સલાહ લીધા વગર વાપરી શકાય છે. જો કે અમેરિકામાં જઈને-રહીને ઇંગ્લીશ બોલવુ- સાંભળવું -સમજવું હોય તો અમારી એક લઘુસલાહ એ છે કે ડિવોર્સ પામેલ પુરુષ માટે divorce (ઉચ્ચાર ડિવોર્સ) શબ્દ વાપરવો. અને એ પ્રકારની મેડમ માટેdivorcee(ડિવોર્સી)શબ્દ વાપરવો. અને યુ.કે.માં જોવ તો બન્ને માટે ઙ્ઘૈvર્ષ્ઠિી (ડિવોર્સી) શબ્દની ધબધબાટી બોલાવવી. હા,divorcee માટે તમે ડિવોર્સ ઉચ્ચાર કરો કે પછી “ડાયવોર્સ’ ઉચ્ચાર કરો, કોઈ તમને ફાંસીએ નહીં ચડાવી દે. અમી આંયાં બેઠાં જ છઈ… તમારી અંદર કોન્ફિડન્સનો કોંટો ન ફૂટતો હોય તો તમને કહી દઈએ કે અંગ્રેજીમાં divorcer શબ્દ ભલે મિડલ ઈંગ્લીશ વખતથી ભાષાડૂબ થયો હોય પણ ફ્રેન્ચ ભાષામાં એ અંગ્રેજોએ કોઈન કરેલો divorcer શબ્દ તો છેક ૧૯મી સદીમાં બોલાવો શરૂ થયો હતો અને ત્યાં સુધીમાં તો અંગ્રેજો ભારતમાં આવીને, આ દેશમાં, એક જ શબ્દના બબ્બે- તણ્ય- તણ્ય- પાંચ-પાંચ-છ-છ જાતના ઉચ્ચારો સાંભળવાની ટેવના ગુલામ બની ચૂક્યા બાય ધ વે, ડિવોર્સમેન્ટનું મુખ્ય પ્રયોજન મોટાભાગે એકબીજાની વિવિધ પ્રકારની ગુલામીમાંથી છૂટવાનું જ હોય છે. તે છતાં નવા જમાનામાં ડિવોર્સમેન્ટનો એક શોખ તરીકે પણ વિકાસ થયો છે. એક જ વ્યક્તિ સાથે આખેઆખી જિંદગી કાઢી નાખવામાં ઘણાને કંટાળો આવે છે તો ઘણાંને શરમ પણ લાગે છે. એટલે માત્ર ચેન્જ ખાતર પણ છૂટાછેડા થતા હોય છે. અને બીજે ન ફાવ્યું તો એની એ જ વ્યક્તિ સાથે બીજી વખત નાડાછેડી ક્યાં નથી બાંધી શકાતી! (રિમેમ્બર, એલિઝાબેથ ટેલર.) માત્ર હોબી જ નહીં બિઝનેસ તરીકે પણ ડિવોર્સમેન્ટનો સારો એવો વિકાસ થયો છે. ઘણાનો તો ફુલ ટાઈમ ધંધો જ ડિવોર્સમેન્ટનો હોય છે. એકવાર ગમે એમ કરીને પરણી નાખવાનું. પરણ્યા પછી એવાં-એવાં પરાક્રમો કરવાનાં કે ઓલો અથવા ઓલી તમને લાખો-કરોડો રૂપિયા દઇને તમારી પાસેથી ડિવોર્સમેન્ટ મેળવે. પૈસા એણે જ આપવા પડે કારણ કે તમારે તો તમારું ટર્નઓવર વધારવાનું હોય, એટલે તમારે તો એની રાખનો ય ખપ હોય…! હવે તો ડિવોર્સમેન્ટના નિષ્ણાત વકીલો પણ બજારમાં વિવિધ સ્કીમો સાથે ઈઝી અવેલેબલ હોય છે. ડિવોર્સમેન્ટમાં પૈસાની લેતીદેતી એકદમ સાપેક્ષ વસ્તુ છે. ઘણાંને પૈસા લેવામાં રસ હોય. તો ઘણાને પૈસા દેવાનો ગર્વ હોય. સામેવાળી પાર્ટીને બુદ્ધિપૂર્વક બદનામ કરવા માટે પછી પોતે બહુ મોટી તોપ ફોડી હોય એ રીતે ગામમાં વાતુ કરે- “અમે પચાસ લાખ ચૂકવીને એનાથી છૂટકારો મેળવ્યો.’ આમાં જે આંકડો બોલાતો હોય એમાં ૫૦ ટકાથી વધારે ‘ગાંધીફાળો’ હોય. પણ સો વાતની એક વાત, જગત આખામાં હવે ડિવોર્સમેન્ટની ફેશન વધતી જાય છે. પાર્ટનરથી પરવાર્યા પછી હવે ડિવોર્સમેન્ટની પાર્ટીઓ પણ યોજાય છે. આવી પાર્ટીઓમાં કન્સોલેશન(આશ્વાભિનંદન) પાઠવવા માટે જવાનો ક્રેઝ હવે સામાજિક રિવાજ બનતો જાય છે. અમેરિકન કથાલેખક નોર્મન મિલર તેમની કૃતિ ‘નોવા’(૧૯૬૯)માં લખે છેઃThere are four stages to a marriage, first there is the affair, then the marriage, then children and family the fourth stage, without which you cannot know a woman, the divorce. બોલો… આપણને આપણા પાર્ટનરને સંપૂર્ણપણે જાણી લેવામાં તો રસ હોય કે નહીં? પણ… ‘રીફલેક ઓફ અ બેચલર ગર્લ’માં હેલન રોલેન્ડ(૧૮૭૫-૧૯૫૦) લખે છેLove the quest; marriage the conquest, divorce the inquest.