સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં બલુન ડેકોરેશનની થીમ પર દર્શન યોજાયા હતા. તેમાં દાદાને રંગબેરંગી ફુગ્ગાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૧થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ગણેશ પેઇન્ટિંગ કોમ્પિટિશન તથા ધોરણ ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે માટીના ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ૨૫૦થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. તમામ બાળકોએ અદભુત પેઇન્ટિંગ તથા માટીના ગણેશની મૂર્તિ બનાવીને પોતાની કલાકૃતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તમામ બાળકોને ૧થી ૩ નંબર તથા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.