સદભાવના ગૃપ સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવમાં રૂ.૨૧,૦૦,૦૦૦ ની ચલણી નોટોથી ગણેશજીની પ્રતિમાનું સુશોભન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૫૦૦ની, ૨૦૦ની, રૂ.૧૦૦ની, રૂ.૫૦ની, રૂ.૨૦ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ દર્શન ગણવામાં આવે છે. સદભાવના ગૃપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી હેલ્પલાઇન ચાલવામાં આવે છે અને ૧૧ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પલાઇન, આૅક્સિજન કીટ, મોક્ષરથ, અંતિમક્રિયા કીટ, બોડી ફ્રીઝર, મેડિકલ સાધનોની સેવા આપવામાં આવે છે. તા. ૧૭-૦૯-૨૦૨૪ને મંગળવારના રોજ પ.પૂ. ઉષામૈયાના સાનિધ્યમાં દાદાની મહાઆરતી અને વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવશે.