દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સત્યેન્દ્ર જૈન ૧૩ જૂન સુધી ઈડ્ઢની કસ્ટડીમાં રહેશે. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા જૈનને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.ઈડીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનને તેમના સહયોગીઓની સામે બેસીને પૂછપરછ માટે વધુ સમયની જરૂર છે.
જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ઈડીને જૈન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. સત્યેન્દ્ર જૈનની ૩૦ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટમાં જતા પહેલા પત્રકારોએ સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓના ઘરે રોકડ અને સોનું મળવા અંગે સવાલો ઉઠાવ્યા તો મંત્રીએ પોતાને નિર્દોષ ગણાવ્યા. તેણે કહ્યું કે તેના ઘરેથી કંઈ મળ્યું નથી. જ્યારે જૈનને તેના સહયોગીઓના ઘરે રોકડ અને સોનું મળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એવું કહીને ઇનકાર કર્યો હતો કે તેમનો કોઈ સહયોગી નથી.