કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી થોડા સમયમાં ઇડી સામે હાજર થશે અને નેશનલ હેરાલ્ડ કેસ મામલે પુછપરછ કરશે,હાલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેશભરમાં આ મામલે વિરોધ પર્દર્શન કરવામાં આવી રહ્યું છે.ઇડી સમક્ષ હાજર થવા જઇ રહેલા પોતાના સાળા એટલે કે રાહુલ ગાંધીને રાબર્ટ વાડ્રાએ એક ભાવુક પોસ્ટ લખી છે.
ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને રોબર્ટ વાર્ડાએ કહ્યું મેં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે ૧૫ વખત સમન્સ અને મુલાકાત લીધી છે અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે અને અત્યાર સુધીમાં મારા પ્રથમ કમાયેલા રૂપિયાના ૨૩,૦૦૦ થી વધુ દસ્તાવેજો તપાસ્યા હતા.રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં આગળ લખ્યું “હું માનું છું કે સત્યનો વિજય થશે અને પ્રવર્તમાન પ્રણાલીનો આ જુલમ,આ સરકાર દમનની આ રીતોથી દેશના લોકોને દબાવી શકશે નહીં, તે આપણા બધાને મજબૂત માનવી બનાવશે,દરરોજ સત્ય માટે લડવાનું છે અને દેશની જનતા અમારી સાથે છે.
નેશનલ હેરાલ્ડ’ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઈડીએ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતાં તપાસ એજન્સીએ આ જ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ૨૩ જૂને સમન્સ પાઠવ્યા છે. અગાઉ તેમને ૮મી જૂને હાજર થવા નોટિસ આપવામાં આવી હતી. જો કે, કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે કારણ કે તેણી કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સ્વસ્થ થયા નથી.
દરમિયાન રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતાં ત્યારે આવી સ્થિરતિમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં વિરોધ કર્યો હતો અને તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં ઈડી ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યા હતાં દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર તેમના સમર્થનમાં ઘણા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ડિયર મોદી અને શાહ, એ રાહુલ ગાંધી હૈ, ઝૂકેગા નહીં. પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મેં સાવરકર નહીં હૂં, મેં રાહુલ ગાંધી હૂં. આ ઉપરાંત પોસ્ટરમાં સત્ય સામે ન ઝૂકવાની વાત પણ લખવામાં આવી છે.કોંગ્રેસના સમર્થકો માનસિંહ રોડ પર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના એક કાર્યકર્તાએ કહ્યું કે શાસક સરકાર ‘રાવણ’ની ભૂમિકા ભજવી રહી છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અમારા ‘રામ’ છે અને અમે તેમને સમર્પિત છીએ.
કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે અમે ગાંધીવાદી અને શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવાનો પ્રયાસ કર્યો
હતો પરંતુ દિલ્હીમાં મંજૂરી મળી ન હતી. મને લાગે છે કે આ લોકો જે રીતે એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે તે જોણીતું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય તમામ નેતાઓ સામે ૭-૮ વર્ષથી બંધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક રાજકીય વિરોધીઓ પર દબાણ લાવવાની રાજનીતિ ચાલી રહી છે. દેશમાં આમ તો ઘણા મહત્વના મુદ્દાઓ છે પરંતુ અલગ-અલગ વિચારધારાના લોકોને દબાવવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે છુપાવવા માટે કંઈ નથી.