રાજકોટ જિલ્લાનાં પારડી ગામે બે ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ પીજીવીસીએલ કચેરીમાં જઈ સત્યનારાયણની કથા બંધ કરાવતા આં.રા.હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજકોટ પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરાએ રોષ સાથે જણાવાયું છે કે, નૂતન વર્ષનાં આગમન પૂર્વે આવા ધાર્મિક કાર્યો થતાં હોય છે ત્યારે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડયાએ પીજીવીસીએલ કચેરીએ જઈ સત્યનારાયણની કથાને અંધશ્રધ્ધામાં ખપાવી કથા બંધ કરાવી હતી. જયંત પંડયાએ કથા બંધ કરાવી પોતાની હિન્દુ વિરોધી માનસિકતા છતી કરી હતી. જા ખરેખર અંધશ્રધ્ધા વિરૂધ્ધ કાર્યવાહી કરવી હોય તો તાજીયામાં જઈ મુસ્લિમો દ્વારા શરીર પર ઘા મારી લોહી રેડવામાં આવે છે તેને બંધ કરાવવું જાઈએ. જા જયંત પંડયા તાજીયા બંધ કરાવવા જાય તો કદાચ જીવતા પાછા ન પણ ફરે. જા જયંત પંડયા હિન્દુ સમાજની માફી નહી માંગે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમના વિરૂધ્ધ આંદોલનની ચીમકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ઉચ્ચારી છે.