કોઈ જાનહાનિ ન થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

મકાન ધરાશાયી થતા સરપંચે અધિકારીઓને જાણ કરી

અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અવિરત વરસાદના કારણે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે આવેલ મફત પ્લોટ વિસ્તારમાં શાતુબેન સોમાભાઈ બલોલીયાનું મકાન ધરાશયી થયું હતું. ઘટનાની જાણ સ્થાનિક સરપંચને થતાં સરપંચ રણજીતભાઈ ખુમાણ તાત્કાલિક દોડી ગયા હતા અને સમગ્ર બનાવની મામલતદાર, ટીડીઓને જાણ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.