ભારત દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીનાં શાસન પર ફરી એકવાર ખતરો દેખાઇ રહ્યો છે અને આ વર્ષે તેમની નેટવર્થમાં ઇં૨૦.૫ બિલિયનનો વધારો થયો છે, જ્યારે અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ ૫૨ બિલિયન ડોલરનો વધારો થયો છે.
આ વર્ષે અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી હવે ભારતીય અબજોપતિઓમાં ત્રીજો નંબરે પહોંચી ગયા છે. તેમણે માત્ર એશિયાનાં સૌથી અમીર મુકેશ અંબાણીને જ નહીં પરંતુ દુનિયાનાં મોટા અમીરોને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં ઇં૫૨ બિલિયનનો વધારો થયો છે. આ મામલામાં અદાણી માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સ્ટીવ વોલ્મર, લેરી એલિસન, વોરેન બફેટ જેવા ટોપ-૧૦ અબજોપતિઓથી ઘણા આગળ છે. જે દર્શાવે છે કે ગૌતમ અદાણીની આવકમાં કેટલી ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન માત્ર એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ જ તેમનાથી આગળ દેખાઇ રહ્યા છે. એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૨૪ અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન બર્નાર્ડ આર્નોલ્ટે ઇં૫૬ બિલિયનની કમાણી કરી, જ્યારે લેરી પેજે ઇં૪૭ બિલિયનની કમાણી કરી. વળી, સર્ગી બ્રિનની નેટવર્થમાં આ વર્ષે ઇં૪૫ બિલિયનનો વધારો થયો છે. ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ઇં૨૦.૫ બિલિયન, ગૌતમ અદાણીની સંપત્તિમાં ઇં૫૨ બિલિયન, શિવ નાદરની સંપત્તિમાં ઇં૫.૨૯ બિલિયન, અઝીમ પ્રેમની સંપત્તિમાં ઇં૧૧.૮ બિલિયનનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણી ઇં૯૭.૨ બિલિયનની નેટવર્થ સાથે વિશ્વનાં સૌથી ધનિકોની યાદીમાં ૧૧માં ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ઇં૨૦.૫ બિલિયનનો વધારો થયો છે. અંબાણી તાજેતરમાં ઇં૧૦૦ બિલિયનની ક્લબમાં જોડાયા હતા, પરંતુ ત્યારથી તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં તે એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદી અનુસાર, એલોન મસ્ક ઇં૨૯૪ બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. જેફ બેઝોસ ઇં૨૦૦ બિલિયન સાથે બીજો અને બર્નાર્ડ આર્નોલ્ટ ઇં૧૭૦ બિલિયન સાથે ત્રીજો સ્થાને છે. બિલ ગેટ્‌સ ઇં૧૩૭ બિલિયન સાથે ચોથા નંબર પર છે. લેરી પેજ ઇં૧૩૦ બિલિયન સાથે પાંચમાં સ્થાને, સર્ગી બ્રિન ઇં૧૨૫ બિલિયન સાથે છઠ્ઠા, માર્ક ઝુકરબર્ગ ઇં૧૨૨ બિલિયન સાથે સાતમાં સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, એશિયામાં અંબાણીનું શાસન આગામી દિવસોમાં જોખમમાં આવી શકે તેવુ લાગી રહ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં તાજેતરનાં સમયમાં ઘણો વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ૮૫.૮ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વનાં ધનિકોની યાદીમાં ૧૩માં ક્રમે છે. એટલે કે આ વર્ષે તેમની નેટવર્થ અંબાણી કરતા અઢી ગણી વધી ગઈ છે.