ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સતત બીજો દિવસે હાડ થીજવતી ઠંડી અનુભવાતા જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જ્યારે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતું. અનેક જળાશયો અને તળાવ ઠંડીને કારણે થીજી ગયા હતા. શ્રીનગરની પ્રખ્યાત દાલ લેક થીજી ગઇ હતી.
અહીં પીવાના પાણીની પાઇપમાં બરફ જોમી જતા લોકોને પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી હતી. શ્રીનગરમાં રવિવારે રાત્રે લઘુતમ તાપમાન માઇનસ ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. જે આગળના દિવસે માઇનસ છ ડીગ્રી હતું. જ્યારે ગુલમર્ગમાં તાપમાન માઇનસ ૫.૫ ડિગ્રી રહ્યું.
કાશ્મીરના પહલગામમાં સતત બીજો દિવસે તાપમાન સૌથી નીચુ ૭.૪ ડિગ્રી રહ્યું હતું. પંજોબ અને હરિયાણામાં પણ તાપમાન શૂન્ય ડિગ્રી નીચે નોંધાયું હતું. પંજોબના મોગામાં તાપમાન ૦.૪ ડિગ્રીથી નીચે રહ્યું. તેવી જ રીતે અમૃતસરમા પણ તાપમાન ૦.૮ ડિગ્રી નોંધાયું હતું.
હરિયાણા અને પંજોબની રાજધાની ચંડીગઢમાં લઘુતમ તાપમાન ૩.૩ ડિગ્રી નોંધાયું હતું. તેવી જ રીતે રાજધાની દિલ્હીમાં જફરપુર ગામમાં લઘુતમ ૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલકાતામાં તાપમાન ૧૧.૨ ડિગ્રી રહ્યું.
ઓડિશાના ૧૩ સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચે જતુ રહ્યું છે. જ્યારે રાજ્યના ડારિંગબાડીમાં લઘુતમ તાપમાન ૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી છે કે આગામી બુધવાર સુધી ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં તાપમાન નીચુ રહેશે અને ઠંડીમાંથી હાલ કોઇ રાહત મળે તેવા સંકેતો નથી.
જેને પગલે લોકોને ઠંડીમાં સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. સૌથી ખરાબ પરિસિૃથતિ હાલ જમ્મુ કાશ્મીરની છે. કાશ્મીરમાં હાલ ભારે ઠંડી વચ્ચે હિમવર્ષા પણ થઇ રહી છે અને તાપમાન સતત નિચુ રહેવાથી પાણીમાં બરફ જોમી ગયો છે તેથી પીવાના પાણી માટે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.