મેટ્રોસિટી અમદાવાદમાં આજે પણ ડિમોલિશન કાર્યવાહી યથાવત રહેનાર છે. વિગતો મુજબ ગઇકાલ બાદ આજે પણ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે, ૩૦ એપ્રિલ અને ૧ મે હજુ ૨ દિવસ દબાણ દૂર કરાશે. વિગતો મુજબ આજે બીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા છે. મહત્વનું છે કે, ગઈકાલ સુધીમાં ૬૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે તો અત્યાર સુધીમાં ૨૦૦૦ ઝુંપડાએ દૂર કરાયા છે. મહત્વનું છે કે, આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ૧ લાખ સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાવી છે.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ ડિમોલિશન ગઈકાલે હાથ ધરાયું હતું. ૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે આ કામગીરી કરવામાં આવી હતી. જેનુ સીધુ મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૩ વર્ષના દબાણની આક્રમકતા એટલી હદે વધી ગઇ અને જાણે એક મોટો વિસ્તાર વસી ગયો હોય તેમ એક મીની બાંગ્લાદેશ ઉભુ થઇ ગયુ. ગેરકાયદે વધી રહેલી ઘુસણખોરી પણ આ ગેરકાયદેસર દબાણ પાછળ જવાબદાર છે.
આ વિસ્તારના લગભગ ૧૦૦૦ થી વધુ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યુ હતુ. પોલીસે હાલ ૮૯૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી રહી છે. ચંડોળા તળાવ આસપાસ ડ્રગ્સ, દારૂ, દેહવ્યાપાર સહિત અનેક બિનકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હતી. આ બિનકાયદેસર પ્રવૃતિનું એપી સેન્ટર બની ગયું હતું. ગત વર્ષે પણ આ વિસ્તારમાંથી અનેક યુવતીઓને છોડાવવમાં આવી હતી. અગાઉ પણ બેઠક બોલાવી ગેરકાનૂની પ્રવૃતિઓ સામે સ્ટ્રાઇક કરવામાં આવી હતી.