અમરેલી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ડંકો વગાડતી ઓક્સફર્ડ સ્કૂલે ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ધો.૧રમાં શરૂઆતથી વિદ્યાર્થીઓ પર સતત દેખરેખ અને સમયાંતરે લેવાતી પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓેએ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. છેલ્લાં ઘણા સમયથી ઓકસફર્ડ સ્કૂલ ઓફ સાયન્સે સમગ્ર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું એકહથ્થુ શાસન જાળવી રાખ્યું છે. ગઈકાલે માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં અમરેલી શહેરની નામાંકિત ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ધો.૧૨ સાયન્સ પરિણામમાં સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. તેમજ બોર્ડ પરીક્ષામાં વોરા
કૃપા ૯૯.૯૪ P.R. મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમક્રમે આવેલ છે. આ બોર્ડ પરિણામમાં સંસ્થાના કુલ ૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે. તેમજ કુલ ૩૪ વિદ્યાર્થીઓએ સાયન્સમાં છA1 ગ્રેડ મેળવેલ છે. ઉપરાંત ૩૭ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને ગુજકેટ પરીક્ષામાં ૪૦ વિદ્યાર્થીઓએ ૧૦૦ થી વધુ ગુણ મેળવેલ છે. જે અત્યાર સુધીના અમરેલી જિલ્લાના ધો.૧૨ Sci. ના પરિણામમાં સૌથી વધારે છે. ઉપરાંત ધો.૧૨ કોમર્સ પરિણામમાં સંસ્થાના કુલ ૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. ધો.૧૨ કોમર્સમાં સંસ્થાનું પરિણામ ૯૬% આવેલ છે. જ્યારે ધો.૧૨ સાયન્સનું પરિણામ ૯૭% આવેલ છે. ઉપરોક્ત શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
ગુજકેટની પરીક્ષામાં ઓક્સફર્ડ સ્કૂલ સમગ્ર રાજયમાં અવ્વલ
અમરેલી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ડંકો વગાડનારી ઓકસફર્ડ સ્કૂલના વિદ્યાર્થીએ સમગ્ર રાજયમાં અમરેલીનું નામ રોશન કર્યુ છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થી જેનીશ દેવગણીયાએ ગુજકેટની પરીક્ષામાં ૧ર૦માંથી ૧ર૦ ગુણ મેળવી સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વિદ્યાર્થી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.