ભારતદેશ સંસ્કૃતિ એન સભ્યતાનો દેશ છે. વિશ્વમાં સંસ્કૃતિની ઉષા ભારત દેશમાં પ્રગટી છે.ભારત ધર્મપરાયણ,માનવતા કેળવનાર દેશ છે. ભારતે અનેક મહાન દાશર્નિક ધર્મ-પુરુષોને જન્મ આપ્યો છે. સમાજમાં ઉત્થાન માટે ધર્મના પ્રચાર પસાર માટે આવા ધર્મપુરૂષો સમાજમાં જ્ઞાનની વાણી દ્વારા માનવ સમાજનું ઘડતર કરતા હોય છે. ભારતે સ્વામી રામકૃષ્ણ પરમહંસ,શંકરાચાર્ય,સ્વામી રામતીર્થ,નરસિંહ મહેતા,કબીર, સ્વામી વિવેકાનંદ જેવા અનેક નામી-અનામી યુગ પ્રર્વતક પુરુષોને જન્મ આપી ધર્મ અને સમાજસેવા ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યુ છે.
બ્રહ્મલીન હસમુખભાઈ સાહેબ સિદ્ધ મહાપુરુષ જેઓ ‘‘સાહેબના હુલામણા નામે ઓળખાય છે. તેમનો જન્મ સઢા તા.હિંમતનગરમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં તેમનો ઉછેર થયો. તેમના માતાનું નામ પાર્વતી બા(ભક્તિબા) પિતાનું કૃપાશંકર હતુ. તેઓ ત્રણ ભાઈ હતા. ભણવામાં તેજસ્વી હતા. માતા-પિતાના આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્કારો વારસામાં પ્રાપ્ત થયા હતા. પૂજય શ્રી બાવાજી ભગવાન એક અદ્વિતિય અને પરમ વિભૂતિ સ્વરૂપ હતા. તેઓ ઐશ્વર્ય અને જ્ઞાનપિયુષ લઈને જમ્યા હતા. એમના ગામનું નામ સઢા. તેઓ એસ.એસ.સી પાસ થયા હતા. પ્રાથમિક શિક્ષક બનવા માટે તે શૈક્ષણિક લાયકાત જરૂરી હતી. તે સમયે પ્રાથમિક શિક્ષકની નોકરી નાયડા ગામમા લાગી. ગામડાના ગરીબ બાળકોને ચોપડી ના હોય તેમને ચોપડી લઈ આપે. પેન,નોટબુક,પેન્સિલ વગેરે શૈક્ષણિક ઉપકરણો લઈ આપે બાળકોમાં ભળી ગયેલા સંનિષ્ઠ અને સ્નેહી શિક્ષક હતા. પ્રેમ અને વાત્સલ્ય પૂર્વક વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એવા એ પ્રેમ સ્વરૂપ શિક્ષક હતા. એક વખત એવુ બન્યુ કે શાળામાંથી શામળાજી ભગવાનના દર્શન કરવા મંદિરે ગયા. ત્યારે એજ સમયે હિંમતનગરથી શાળામાં કેળવણી નિરીક્ષક સાહેબશ્રી આવ્યા. વિઝિટ કરવા આવેલ કેળવણી નિરક્ષીક સાહેબે બાળકોના શિક્ષણની ચકાસણી કરી બધા બાળકોએ સારો પ્રત્યુત્તર આપ્યો. કેળવણી નિરીક્ષક સાહેબ હસમુખભાઈ સાહેબને શામળાજી મંદિરમાં જ મળ્યા. તેમણે કહ્યુ કે હસમુખ હું તમારી શાળામાં થઈને આવ્યો. મને શાળાની શૈક્ષણિક કામગીરી સારી લાગી. હસમુખભાઈ સાહેબે કહ્યુ કે હું તો શામળાજીના દર્શન કરવા આવ્યો હતો. તો પૂજય હસમુખભાઈને કેળવણી ઈન્સપેક્ટરે કહ્યુ કે તમે ત્યાં હાજર જ હતા. આ કેવું આશ્ચર્ય શ્રી હસમુખભાઈ ન હતા પણ ખુદ કૃષ્ણ ભગવાને જ શાળામાં હાજર રહી પરચો બાતાવ્યો. આવી શૈક્ષિક શક્તિ એન ભક્તિના દર્શન થયા.નરસૈયાની લાજ ભગવાન શ્રી કૃષ્ણએ રાખી ત્યારે અહીંયા ખુદ ભગવાન કૃષ્ણ શ્રી હસમુખભાઈના અલૌકિક સ્વરૂપમાં હાજર રહ્યા. કેવો બ્રહ્મનલીગ યોગ.એક વખત ઘરે મહેમાન આવવાના હતા. મારા પૂજય બાપુજીએ તેઓને માટે મોહનથાળ કરવાની વાત કરી. અમારા બાએ મોહનથાળ કર્યો. તે વખતે બાવાજી ભગવાન હિંમતનગરમાં હતા. તેઓની પાસે એક ઠાકોર બેઠા હતા. બાવાજીએ કહ્યુ તમે બે દિવસ રોકાઈ જાઓ તો હું તમને મોહનથાળ ખવડાવીશ હું કયાંય જઈશ નહિ. તેમ મંગાવીશ પણ નહી ત્યારે ત્રીજા દિવસે મે મારા મિત્ર સાથે મોહનથાળનું પડીકું મોકલ્યુ. બાવાજીએ પેલા ઠાકોરને કહ્યુ તમે ખોલો પેલાએ ખોલ્યુ તો અંદરથી મોહનથાળ નીકળ્યો તે તેમણે બધાને વેચ્યો. પેલા લોકોને આશ્ચર્ય થયુ.
મનોમન ભક્તિમય જીવન વ્યકત કરવા નોકરી છોડી દીધી. હિમાલયની ગોદમાં જઈ કઠોર તપસ્યા કરી. પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા. ઈશ્વરને સાક્ષાત વિષ્ણુ ભગવાનના સ્વરૂપે સાહેબમાં આરૂઢ થવુ પડયુ નોકરી છોડી દેતા કેળવણી નિરીક્ષક તેમને લેવા આવ્યા પણ તેમણે ના પાડી અને કહ્યુ કે મારે પછાત અને ગરીબ લોકોની સેવા કરવી છે. પૂજય બાવાજીમાં અલૌકિક સામર્થ્ય હતુ. ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનાર સર્વજ્ઞ પુરુષ હતા. એક વખત એમને કહ્યુ કે બાપજી તમે નોકરી છોડી ઘણુ ગુમાવ્યુ તો બાવાજીએ કહ્યુ મારા ખિસ્સામાં ૮૦૦૦/- છે. પછી એમણે મને સમજાવ્યુ અેંસી હજાર માણસોએ દારૂ છોડયા એમનો એક એક રૂપિયા જ ફક્ત ગણો કેટલા બચ્યા એ બધા એંસી હજાર મારા ગજવામાં છે. કેવુ સમાજ સુધારણાનું લોજિક ઈશ્વર પંથકમાં ઘણા સતાધાર આશ્રમ સ્થાપયા છે. તેમના અનુયાયી વર્ગ શિક્ષિત-બૌદ્વિક વર્ગ હતો અનેક દૈવીક પરચાઓ જનસમાજને બતાવ્યા છે. આવુ બધુ ઈશ્વર કરે છે. શ્રી હરિના નામે સમગ્ર પથંકમાં જાણીતા બન્યા. ખરા ઉનાળામાં ધોધમાર વરસાદ વરસાવ્યો. એ લોકોનાં દુઃખ, દર્દ દૂર કર્યા સાક્ષાત ઈશ્વર સ્વરૂપે સાહેબે સમાજમાં લૌકિક કેળવણીનો વ્યાપ વધાર્યો.એક દિવસ ખેડબ્રહ્મા મુકામે ગરુપૂર્ણિમાના
આભાર – નિહારીકા રવિયા કાર્યક્રમમાં જવાનુ હતુ. રસ્તામાં ભૂડને ગંભીર ઈજા થયેલ હોવાથી તેની સારવાર કરતા હતા. તેને બિસ્કીટ ખવડાવતા હતા તેમના ભક્તો તેમની રાહ જાઈ રહ્યા હતા. તમારો ચહેરો માનસ પર આવતો નથી. એટલે સાહેબે હાજર જવાબ આપી સત્ય અને સ્ષ્ટ વક્તા હતા. તેમણે કહ્યુ કે તમને રસ્તામાં ભૂંડ દેખાયુ ‘‘આવી દયા દ્રષ્ટિ રાખનાર સાહેબ હતા. તેમના પ્રસંગોની ચર્ચા કરીએ તો ગ્રંથો ભરાય તેમ છે. ભક્તોના હૃદય પામવાની પારસમણિ સાહેબ હસ્તગત કરી લીધી હતી. નામના મોહ, માયા,પ્રશંસા નહિ માત્ર સમાજ કલ્યાણની ભાવના સાહેબમાં જીવન પર્યત રહી.
તા.ર૩/૧૦/ર૦૧૦ના રોજ અક્ષર નિવાસી શરદપૂર્ણિમાં ના રોજ થયા ત્યારે અને અચાનક મારા ગામમાં પાર્થિવ દેહના દર્શન કરવાની તક મળી સઢામાં હજારો માણસોની મેદની વચ્ચે હસમુખભાઈ સાહેબનો જય હો. શ્રી હરિનો નાદ જનજનમાં જાવા મળ્યો. પંચતત્વોમાં તેમનો પાર્થિવ દેહનો સઢા વારાહી માતાજીના મંદિર સમક્ષ અગ્નિ સંસ્કાર-શાસ્ત્રોચારથી કરવામાં આવ્યો.
તેમની સમાધિ દિવ્ય આધ્યાત્મિક ઝલક આજે કમળમંદિર સ્વરૂપે નિમાર્ણ પામી છે. તેમના સંત્સગમાં પ્રાથમિક નિયામક શ્રી એમ.આઈ.જાષી, આચાર્યો, શિક્ષકો સુપ્રીમ કોર્ટનાં જજા. અને લોકો તેમના દર્શન માટે તત્પર રહે છે. બ્રહ્મલીન સાહેબ આજે બધાજ આશ્રમમાં રાત્રે પથારીમાં નિરંતર હોય છે. તેમના ભક્તોને દર્શન આપે છે. સઢાને સતાધાર બનાવ્યુ. ધર્મનું કેન્દ્ર બનાવ્યુ પર્યાવરણનુ જતન માટે વૃક્ષો-પક્ષીઓ માટે ચણ,મનુષ્યો માટે ભોજનની વ્યવસ્થા નિરંતર ચાલી રહી છે. જાતી-જ્ઞાતિના વાડા મુક્ત કરીને દરેક જ્ઞાતિના લોકો દર પૂનમે દર્શન અને પ્રસાદનો રસાસ્વાદ મેળવી રહ્યા છે.
પૂજય હસમુખભાઈ સાહેબના પાંચ સૂત્રો હતા.
૧. હ્‌દયની સરળતા ભગવાનને ગમે છે
ર.દયા ધર્મનુ મૂળ છે
૩ શક્તિ એવી ભક્તિ
૪ જેવી શ્રદ્ધા એવુ ફળ
પ તારૂ કર્યુ તું ભોગવ
આ ઉપદેશ થકી આજે કમળમંદિર આરસથી બનેલ મંદિર સઢામાં બ્રહ્મલીન હૃદયસ્થ હસમુખભાઈ સાહેબ અંતરથી અલૌકિક આશીવાર્દ આપી રહ્યા છે. સાહેબના ચરણોમાં કોટિ કોટિ વંદન જય હરિ.