બીજ-મસાલા પાકોમાં વરીયાળનો સમાવેશ થાય છે. વરીયાળીને અંગ્રેજીમાં હ્લીહહીઙ્મ કહેવામાં આવે છે. તેનું વાનસ્પતિક નામ ફોઈનીકયુલમ છે. તેનું કુળ એપીએસી છે તથા તેનું ઉદ્‌ભવ સ્થાન સાઉથ યુરોપ અને મેડીટેરીયન રીજીયન છે.
આજે વિશ્વમાં ભારત દેશ એ મરીમસાલા માટે “લેન્ડ ઓફ સ્પાઈસીઝ” તરીકે ઓળખાય છે. દુનિયાભરના દેશોમાંથી ભારત દેશનું સ્થાન મરીમસાલા પાકોની નિકાસમાં પ્રથમ છે.
વરીયાળી જુદા જુદા પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાકને અનુકૂળ આવે છે. આ પાકની જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન/હેકટર છાણીયું ખાતરનો ઊપયોગ કરવો જોઈએ તથા ક્મ્પોસ્ટ ખાતર કે વર્મીકમ્પોસ્ટ અથવા જુદા જુદા પ્રકારના જૈવિક ખાતરનો ઉપયોગ વાવેતર પહેલા જમીનમાં કરી બરાબર ભેળવી જમીન તૈયાર કરવી. મરીમસાલા પાકોમાં એઝોસ્પાઈરીલમ કલ્ચરનો ભલામણ મુજબ (૧.૫ કિલો/હેક્ટર) ઉપયોગ કરવાથી અલભ્ય નાઈટ્રોજન લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થવાથી, છોડ સહેલાઈથી નાઈટ્રોજન તત્વ લઈ શકે છે. આમ જૈવિક ખાતરો સજીવ ખાતરની કાર્યક્ષમતા વધારે છે.
મરીમસાલામાં ઓર્ગેનિક મસાલાની માંગ વૈશ્વિક બજારમાં વધારે છે, વરીયાળીને તમે આંતરપાક તરીકે પણ લઈ શકો છો. અત્યારે દુનિયાના ૧૨૦ દેશોમાં કુલ ૩૧ મિલિયન હેકટરમાં સજીવ ખેતી થાય છે. દુનિયામાં ઔસ્ટ્રલિયા (૧૨.૧ મિલિયન હેકટર) અને ચીનમાં (૩.૫ મિલિયન હેકટર ) માં મુખ્યત્વે સજીવ ખેતી થાય છે. ભારતમાં ફક્ત ૧.૧૪ લાખ હેકટર વિસ્તારમાં જ સજીવ ખેતી થાય છે.
બીજ-મસાલા પાકોની સજીવ ખેતી એટલે ફક્ત રાસાયણિક દવા, નિંદામણ નાશક દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વિનાની ખેતી નથી. સજીવ ખેતીમાં કુદરતી સ્ત્રોતો એટલે કે જમીન, પાણી, હવા તેમજ વનસ્પતિને નુકસાની ન થાય તેમજ આવા સ્ત્રોતોનું સંવર્ધન થાય તે રીતે ખેતી કરવી તેને સજીવ ખેતી કહે છે.
બીજ-મસાલા પાકોની સજીવ ખેતી કરતી વખતે નીચે મુજબની કાળજી લેવી જોઈએ.
૧. જમીનની ફળદ્રુપતા જાળવવી.
૨. પાણીનો જ્યાંથી ઉપયોગ કરીએ છીએ તે કૂવા, બોર, કેનાલ કે ચેકડેમની જાળવણી થવી જોઈએ.
૩. મરીમસાલાના પાકની અન્ય પાકો સાથે ફેરબદલી કરતી રહેવી જોઈએ.