રાજસ્થાન કોંગ્રેસમાં મોટા બદલાવ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તાજેતરમાંજ મુખ્યમંત્રી અશોક ગહેલોત સોનિયા ગાંધીને મળવા માટે ગયા હતા જ્યા તેમણે મંત્રીમંડળ પક્ષને લઈને પોતાનો વિસ્તાર મુક્યો હતો. અગાઉ પણ રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમા મુખ્યમંત્રી અશોક ગહેલોત. પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ શામેલ થયા હતા.
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગહેલોતને એવી સલાહ આપી છે કે તે મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેમા તેઓ સચિન પાયલટના વફાદારોને પણ શામેલ કરે. સાથેજ બિજી તરફ સચિન પાયલટે પણ કહ્યું કે જે કાર્યકર્તાઓએ પાર્ટી માટે મહેનતથી કામ કર્યું છે. તેમને માન સન્માન મળવું જોઈએ.
આ બેઠક બાદ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન દ્વારા કહેવામાં આવ્યું કે ખૂબ જલ્દી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. સાથેજ તેમણે કહ્યું કે રાજકારણને લઈને જે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેને લઈને બધું કનફ્યુઝન દૂર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સચિન પાયલટે કહ્યું કે જે કોંગ્રેસ કાર્યકર્તાઓએ બૂથ પર કામ કર્યું છે. સાથેજ જે લોકો પાર્ટી માટે લડ્યા છે તે લોકોને ઉચિત સન્માન મળવું જોઈએ. કાર્યકર્તાઓને યોગ્ય પદ મળવું જોઈએ. વધુમાં સચિન પાયલટે કહ્યું હતું કે ચૂંટણના વધારે દિવસો બાકી નથી માત્ર ૨૨ કે ૨૩ મહિના બાકી છે. જેથી તૈયારી કરી રાખવી પડશે.