રાજકોટમાં મોડેલિંગ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.. મૂળ સાવરકુંડલાની આ સગીરા સાથે અમિત ખૂંટ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો પીડિતાનો આરોપ છે. ૧૭ વર્ષીય સગીરાનો આક્ષેપ છે કે તેને બેભાન કરીને તેની સાથે અમિત ખૂંટે દુષ્કર્મ આચર્યું ..પીડીતાની મોટી બહેને આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.. જેમાં જયુસની અંદર બેભાન કરવાની દવા નાંખ્યા બાદ તેની બહેન પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટનામાં સગીરા જ્યારે ભાનમાં આવી ત્યારે તે અવાવરુ જગ્યાએ પડેલી હતી.. બાદમાં તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઇ હતી. પોલીસે આ મામલે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































