નોકરીની લાલચમાં છેલ્લા છ મહિનામાં ૪૦૦ વખત સગીર પરિણીત મહિલા પર બળાત્કાર ગુજોર્યો હોવાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રના બીડના અંબાજોગાઈની છે. પીડિતા બે મહિનાથી ગર્ભવતી છે. આ કિસ્સામાં, બાળ કલ્યાણ સમિતિએ પીડિતાનો ગર્ભપાત કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે.
પીડિતાની ફરિયાદ બાદ અંબાજોગાઈ ગ્રામ્ય પોલીસે ૯ લોકો સામે ગુનો નોંધ્યો છે. પીડિતાના પિતા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક આર રાજોના
જણાવ્યા અનુસાર, મામલાની તપાસ કરતી વખતે, પોલીસે અંબાજોગાઈ શહેરમાં તમામ લોજની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે.
પીડિતા સગીર છે અને મજૂર પરિવારની છે. પીડિતાની માતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. માતાના મૃત્યુ બાદ પીડિતાના પિતાએ તેના લગ્ન કરાવ્યા હતા. પીડિતા લગ્ન બાદ દોઢ વર્ષ સુધી તેના સાસરે રહેતી હતી. પરંતુ સાસુ-સસરા દ્વારા સતત થતી હેરાનગતિને કારણે તે તેના મામાના ઘરે પરત આવી હતી.
તેના મામાના ઘરે આવ્યા બાદ પીડિતા નોકરી શોધવા શહેરમાં ગઈ હતી. તે અંબાજોગાઈ નગરની એક એકેડમીમાં બે લોકોને મળી. બંનેએ નોકરી અપાવવાના નામે પીડિતા પર બળાત્કાર ગુજોર્યો હતો. આ પછી પીડિતા પર છ મહિના સુધી અલગ-અલગ લોકોએ વારંવાર બળાત્કાર ગુજોર્યો હતો. પીડિતાની ફરિયાદ મુજબ તેના પર ૪૦૦થી વધુ વખત બળાત્કાર ગુજોરવામાં આવ્યો હતો. પીડિતા આજે ૨૦ અઠવાડિયાની ગર્ભવતી છે. પીડિતાએ પોતાની સાથેની આ દર્દનાક ઘટના બાળ કલ્યાણ સમિતિના સભ્યોને જણાવી.
પીડિતા અગાઉ બળાત્કારની ફરિયાદ લઈને અંબાજોગાઈ ટાઉન પોલીસમાં ગઈ હતી. પરંતુ પોલીસે તેની ફરિયાદ સાંભળી ન હતી. એટલું જ નહીં, તે સમયે ફરજ પરના પોલીસકર્મીએ પણ તેને એક લોજમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજોર્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં આ વાત કહી છે. પોલીસ દ્વારા બળાત્કારની ઘટનાના સમાચારથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. બીડ જિલ્લાના પોલીસ અધિક્ષક આર. રાજોએ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે.