(એ.આર.એલ),જૂનાગઢ,તા.૧૪
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં એક મજૂર પરિવારની સગીરા પર ૧૪ જેટલા શખ્સોએ વારાફરતી હોટેલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૨ આરોપીઓને ઝડપી લેવામાં સફતળા મળી છે, આ ઘટનામાં કુલ ૧૪ ઈસમો દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
આ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે, અરબાઝ નામનો ઈસમ સગીરાનો મિત્ર હોવાનું ખુલ્યું છે, પહેલા અરબાઝ અને બાદમાં તેમના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, આ સગીરા પાસે આકાશ નામના શખ્સે દેહ વ્યાપાર કરાવ્યું હતું, જ્યારે અરબાઝનો મિત્ર આકાશ દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને દેહ વિકરીના ધંધામાં ધકેલી પૈસા કમાતો હતો.
આ ઘટનમાં ઝડપાયેલા આરોપીઓમાં ૩ આરોપીઓ જૂનાગઢના છે જ્યારે અન્ય શખસો રાજકોટના હોવાનું ખુલ્યું હતું, જ્યારે ઝડપાયેલા બે આરોપી રેહાન અને કિરણ નામના શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. હાલ સગીરાને શિશુમંગલમાં મોકલી આપવામાં આવી છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ હાલ ચલાવી રહી છે.