(એ.આર.એલ),જાધપુર,તા.૧૨
સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં જાધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ઈલાજ માટે ૩૦ દિવસની પેરોલ આપવામાં આવી છે. ૭ નવેમ્બરે જાધપુર હાઈકોર્ટે તેમને ખાનગી આયુર્વેિદક હોÂસ્પટલમાં સારવાર માટે ૩૦ દિવસની પેરાલની મંજૂરી આપી હતી. સોમવારે આસારામને જાધપુર સેન્ટ્રલ જેલમાંથી પોલીસ કસ્ટડીમાં ખાનગી હોÂસ્પટલમાં મોકલાયા છે, જ્યાં તેમની આયુર્વેદ પદ્ધતિથી ૩૦ દિવસ સારવાર કરાશે.
આસારામને આ વર્ષે ઓગસ્ટમાં સારવાર માટે ૭ દિવસની પેરોલ આપવામાં આવી હતી. તેમણે મહારાષ્ટÙની માધોબાગ આયુર્વેદ હોÂસ્પટલમાં તેમની સારવાર કરાવી હતી. બાદમાં તેમની પેરોલ ૫ દિવસ લંબાવાઈ હતી. પરંતુ તેમને ત્યાં લાંબો સમય રાખી શકાય તેમ ન હોવાથી તેમને જાધપુર જેલમાં પરત લાવવામાં આવ્યા હતાં.