વિશાખાપટ્ટનમમાં રહેતી અને નોકરી કરતી ઓડિશાની એક સગીરા પર તેના બોયફ્રેન્ડે સૌથી પહેલા તેની પર રેપ કર્યો ત્યાર બાદ આ હરામીએ સગીરાને તેના દોસ્તોને હવાલે કરી દીધી હતી બસ પછી દોસ્તોએ તેની સાથે દિવસો સુધી રેપ કર્યો હતો. સૌથી આઘાતનું તો ત્યારે બન્યું કે જ્યારે આ આઘાત સહન ન કરી શકતાં સગીરા આપઘાત કરવા ગઈ ત્યારે એક હમદર્દ બનીને આવેલા એક વ્યક્તિએ તેને બચાવી લીધી પરંતુ તે પણ હવસખોર નીકળ્યો અને તેણે રેપ કરીને સગીરાને દોસ્તોને હવાલે કરી. રેપ બાદ આ હમદર્દે સગીરાને તેના ૧૦ મિત્રોને હવાલે કરી અને આ બધા નરાધમોએ દિવસો સુધી સગીરાને વાસનાનો શિકાર બનાવી અને આ દરમિયાન તે દર્દથી ચીસો પાડતી રહી. સગીરા ચીસો ન પાડે એટલે નરાધમોએ તેના મોંમા ડૂચા પણ ઠાંસી દીધા હતા. સગીરા દિવસો સુધી આવી યાતનાઓ વેઠતી રહી પરંતુ એક દિવસ ગમે તેમ કરીને તે નરાધમોની ચૂંગાલમાંથી છટકીને પોતાના ગામ પહોંચી હતી. દીકરી પાછી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેની હાલત જાઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. ગભરાયેલી પીડિતા કંઈ પણ કહી શકતી ન હતી. પરંતુ થોડા દિવસ બાદ જ્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કહી તો બધાનું દિલ હચમચી ગયું હતું. પરિવારજનો તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.૧૭ વર્ષીય પીડિતા ઓડિશાના કાલાહાંડી જિલ્લાના એક ગામની રહેવાસી છે. તે વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિને ઘેર રહીને કૂતરાના સંભાળનું કામ કરતી હતી.