વિટામીન એ: પપૈયા, ગાજર, મેથી, સરગવાના પાન, અળવીના પાન, નાગરવેલના પાન, મીઠા લીમડાના પાન, કેરી, ટમેટા, કોળું, ગાજર, ઈંડા, દૂધ, માખણ, ચીઝ વગેરે.
ભોજનમાં આયોડીનયુક્ત મીઠું જ લેવું જોઈએ.
ભોજનની પદ્ધતિ – સગર્ભાવસ્થા દરમિયાન જરૂરિયાતો વધતી હોવાથી ભોજનનું પ્રમાણ પણ ઉપર મુજબની જરૂરિયાતને ધ્યાને લઈને વધવું જરૂરી છે. ભોજનનું પ્રમાણ વધારવા માટે સામાન્ય રીતે ખાદ્યોનું પ્રમાણ વધારી શકાય. દા.ત. લંચમાં ર રોટલીને બદલે ૩ રોટલી, દાળ ૧ વાટકીને બદલે ૧ૈંં, શાક ર વાટકી, દહીં ર વાટકી વગેરે. પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રી એક સાથે વધુ માત્રામાં ભોજન લઈ શકતી નથી, કારણ કે તેના પાચનતંત્રમાં ઘણા ફેરફાર થયા હોય છે. જેથી ગર્ભવતી સ્ત્રીએ થોડા થોડા સમયના અંતરે ખોરાક લેવાનો પસંદ કરવો જોઈએ.











































