શ્રી સગદડ સીમ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ‘હું બનું વિશ્વ માનવી’ પુસ્તક પરથી સામાન્ય જ્ઞાન ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. આનંદદાયી શનિવાર નિમિત્તે યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ચાર જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં લક્ષ્મીબાઈ ટીમનો વિજય થયો હતો. વિજેતા ગ્રુપને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પિયુષભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. નિલેશભાઈ પટેલે સંચાલન કરીને કાર્યક્રમને રસપ્રદ અને જીવંત બનાવ્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મુકેશભાઈ રાઠોડે ભૂમિકા ભજવી હતી. આચાર્ય ચિરાગસિંહ મોરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્‌યું હતું. સ્પર્ધામાં “કોન બનેગા કરોડપતિ” જેવી ઓપ્શન પદ્ધતિ અપનાવવામાં આવતા બાળકોમાં ખાસ ઉત્સુકતા, ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.