કોડીનાર તાલુકા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ “હર ઘર તિરંગા” તથા “સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ” અભિયાન અંતર્ગત કોડીનાર તાલુકાની સગદડ સીમ પ્રાથમિક શાળામાં વિવિધ કન્ટ્રી લવ અને સ્વચ્છતા વિષયક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત શાળાના બાળકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તિરંગાને લગતી મનમોહક રંગોળીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતાની ભાવના જાગૃત કરવા હેતુસર આયોજિત આ સ્પર્ધામાં બાળકોનો ઉત્સાહ જોઈને આચાર્ય-સ્ટાફ પરિવારે તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.