સંસદ ભવનમાં હંગામો કરનાર વાંદરાઓને ભગાડવા માટે ૪ લોકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ચારેય લોકો લંગુરનો અવાજ કાઢી અને બીજો ઉપાયોથી વાંદરાઓને ભગાળશે. સંસદ સુરક્ષા સેવાના પરિપત્રથી આ જોણકારી મળી છે. સંસદ સુરક્ષા સેવા દ્વારા ૨૨ જૂને જોરી પરિપત્ર અનુસાર, તે જોણવા મળ્યું છે કે સંસદ ભવન પરિવરમાં હંમેશા વાંદરાઓની હાજરી જોવા મળી છે. તેમાં તે રિપોર્ટનો ઉલ્લેખ છે કે ભવનની દેખરેખ કરનાર કેટલાક કર્મીઓ દ્વારા ખાવાની વદેલી વસ્તુને કચરાપેટી અને ખુલામાં ફેંકી દેવામાં આવે છે.
સંસદ સુરક્ષા સેવાના પરિપત્રમાં કહેવામાં આવ્યું કે ખાવાની વસ્તુને કચરાપેટી અને ખુલ્લામાં ફેંકવી વાંદરાઓ, બિલાડીઓ અને ઉંદરોને આકર્ષિત કરવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. પરિપત્રમાં સંબંધિત પક્ષોને સૂચન આપવામાં આવ્યા છે કે ભોજનની વધેલી વસ્તુ ગમે ત્યાં ફેંકે નહીં.
પરિપત્ર પ્રમાણે વાંદરાઓના તોફાનને નિયંત્રિત કરવા માટે સંસદ સુરક્ષા સેવાએ ચાર લોકોને નોકરી પર રાખ્યા છે. સંસદમાં વાંદરાઓ ભગાડવા માટે સેવા પર લેવામાં આવેલા એક કર્મીએ મીડિયાને જણાવ્યું કે પહેલા વાંદરાઓને ભગાડવા માટે લંગુરને રાખવામાં આવતા હતા, પરંતુ હવે તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. તેમણે કહ્યું કે અમને સંસદમાં વાંદરાઓ ભગાડવા માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે.
નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓએ જણાવ્યું, અમે લંગુરનો અવાજ કાઢી અને બીજી રીતે વાંદરાઓને ભગાળીશું. વાંદરાઓને ભગાડવા માટે બે પ્રકારના કર્મીઓને રાખવામાં આવ્યા છે. જેમાં એક અનુભવી અને બીજો બિનઅનુભવી કર્મી છે. કુશલ કર્મીઓને ૧૭૯૦૦ રૂપિયા અને અકુશલ કર્મીઓને ૧૪૯૦૦ રૂપિયા દર મહિને પગાર આપવામાં આવશે.