સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદ પહોંચ્યા હતા. અહીં તેઓ શાસક પક્ષ અને વિપક્ષના સાંસદોને મળ્યા હતા. આ દરમિયાન તેઓ કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. બંને નેતાઓએ લોકસભા ચેમ્બરમાં થોડો સમય વાત કરી અને એકબીજાની સ્થિતિ પણ જાણી.
ગૃહની બેઠક શરૂ થવાના થોડા સમય પહેલા પીએમ મોદી ગૃહમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યોની ગેલેરીમાં ગયા અને નેતાઓનું અભિવાદન કર્યું. જ્યારે તેઓ વિપક્ષની ગેલેરી પાસે પહોંચ્યા ત્યારે તેમણે સોનિયા ગાંધી સાથે ટૂંકી વાતચીત કરી. સામાન્ય રીતે સંસદ સત્રના પ્રથમ દિવસે નેતાઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી અને મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી બર્બરતાને શરમજનક ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રીએ કહ્યું, “જ્યારે હું લોકશાહીના આ મંદિર પાસે ઉભો છું, ત્યારે મારું હૃદય પીડાથી ભરાઈ જાય છે, ગુસ્સાથી ભરાઈ જાય છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજને શરમાવે તેવી છે. કેટલાય પાપી છે, ગુનાખોરી કરનારા અને કોણ છે, તે તેની જગ્યાએ છેપ પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓને શરમમાં મુકવામાં આવી રહ્યા છે.” વડાપ્રધાને તમામ મુખ્ય પ્રધાનોને તેમના સંબંધિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા વિનંતી કરી.