કવિ રમેશ પારેખની ૮૧મી જન્મજયંતી અવસરે અમરેલી ખાતે ‘સંવાદ’ દ્વારા ‘દરિયા ઉભા ફાટયા રે’ના શિર્ષક નીચે સ્મરણાંજલિ તેમજ કવિ સંમેલન યોજાયું હતું. કવિ મનોહર ત્રિવેદી અને રસીલાબેન રમેશભાઈ પારેખની વિશેષ ઉપÂસ્થતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કવિ મનોહર ત્રિવેદીએ રમેશ પારેખ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા અને આવા આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં હર્ષદ ચંદારાણા, હરજીવન દાફડા, રોહિત જીવાણી, ચિરાગ ભટ્ટ, વિનોદ રાવલ, પરેશ મહેતાએ કાવ્યરસથી શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાતીબેન જાષી, પંકજભાઈ જાષી અને પ્રિ.સેન મેડમે જહેમત ઉઠાવી હતી.