(એ.આર.એલ),ટારેન્ટો,તા.૯
નાટોના ૩૨ સભ્ય દેશોમાં કેનેડા અલગ પડી ગયું છે. એક અમેરિકન મીડિયા ચેનલે આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કેનેડા તેના સ્થાનિક સંરક્ષણ ખર્ચને નિર્ધારિત મર્યાદા સુધી ખર્ચવામાં સક્ષમ નથી. આને કારણે, કેનેડિયન આર્મીના ઘણા સાધનો અપ્રચલિત થઈ ગયા છે અને સંરક્ષણ ખર્ચ પણ કેનેડિયન સરકારમાં પ્રાથમિકતા નથી. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ જસ્ટન  નાટો બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. વોશિંગ્ટનમાં રાષ્ટÙપતિ જા બિડેનની અધ્યક્ષતામાં નાટોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે.
નાટોની બેઠકમાં, વડા પ્રધાન નાટોમાં કેનેડાના યોગદાન પર બોલશે, જેમાં કેનેડાની સૌથી મોટી સક્રિય વિદેશી લશ્કરી જમાવટ, ઓપરેશન રી-એશ્યોરન્સનો સમાવેશ થાય છે.યુરો-એટલાÂન્ટક ક્ષેત્રની સુરક્ષા અને સ્થરતા માટે કેનેડાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ૩૨ સભ્યોના ગઠબંધનમાં અલગ પડી ગયું છે. તે સ્થાનિક સૈન્ય ખર્ચના લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેમજ નવા સાધનોને ભંડોળ પૂરું પાડવા માટે નિર્ધારિત બેન્ચમાર્કની અછત છે. હાલમાં, કેનેડાને તે લક્ષ્યો હાંસલ કરવા માટે કોઈ આશા દેખાતી નથી.યુએસ મીડિયાના અહેવાલો અનુસાર, નાટોના ૧૨ સ્થાપક સભ્યોમાંથી એક કેનેડાએ ૨૦૧૪માં રશિયા દ્વારા ક્રિમીઆના જાડાણ પછી સંરક્ષણ પર જીડીપીના ૨ ટકા ખર્ચ કરવાનું વચન આપ્યું હતું. જા કે, કેનેડા તેના વચનથી ઘણું પાછળ છે. જાકે, નાટોના ૩૨ સભ્ય દેશોમાંથી ૨૩ દેશોએ સંરક્ષણ ખર્ચ માટે નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કર્યા છે. યુક્રેન પર હુમલા બાદ પુતિનને લઈને પૂર્વી મોરચે આશંકા વધી રહી છે. આ જ કારણ છે કે યુરોપિયન દેશો તેમના સંરક્ષણ ખર્ચમાં વધારો કરવામાં વ્યસ્ત છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડા પર નાટો સમિટ દરમિયાન તેનું વચન પૂરું કરવા માટે દબાણ કરવામાં આવી શકે છે. એવી પણ ચિંતા છે કે જા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટÙપતિની ચૂંટણી જીતી જાય છે તો યુરોપની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. અમેરિકાના ટોચના અધિકારીને ટાંકીને મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે કેનેડિયન સૈન્યના ઘણા શ†ો અને સાધનો અનુપલબ્ધ અને બિનઉપયોગી છે. કેનેડાની સરકાર આ દિશામાં કોઈ ખાસ પ્રયાસો કરી રહી નથી.તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૪ના બજેટમાં કેનેડા સરકારે પાંચ વર્ષમાં સંરક્ષણ ખર્ચમાં ૮.૧ અબજ યુએસ ડોલર અને ૨૦ વર્ષમાં ૭૩ અબજ યુએસ ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે કેનેડાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને વૈશ્વક પડકારોનો જવાબ આપવા માટે આ ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી છે. ૨૦૨૨ સુધીમાં, કેનેડાએ યુક્રેનને સમર્થન આપવા માટે ૧૯ બિલિયનથી વધુની આર્થિક સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જેમાં ૪ બિલિયન યુએસ ડોલરની સૈન્ય સહાય સામેલ છે. કેનેડાના વડા પ્રધાનના કાર્યાલય અનુસાર, અન્ય સહાયમાં ૧૨.૪ બિલિયનની નાણાકીય સહાય,૩૫૨ મિલિયન માનવતાવાદી સહાય,૪૪૨ મિલિયન વિકાસ સહાય અને ૨૧૦ મિલિયનથી વધુ સુરક્ષા અને Âસ્થરીકરણ સહાયનો સમાવેશ થાય છે.