સીબીઆઈએ એક મોટી કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ભાઈ આલમગીર શેખની ધરપકડ કરી છે. આલમગીરને આજે પૂછપરછ માટે સીબીઆઈ ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે સીબીઆઈએ આજે આ કેસમાં અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના યુવા અધ્યક્ષ અને અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં આ ધરપકડ સંદેશખાલી કેસમાં કરવામાં આવી છે, જેમાં ગયા વર્ષે સીબીઆઇ અધિકારીઓ પર હુમલો થયો હતો. શાહજહાં શેખની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને તપાસ માટે સીબીઆઈને સોંપી દીધી હતી. ઈડી પર હુમલાના કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલો પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડ્ઢ અધિકારીઓ પર થયેલા હુમલાનો છે. ૧૩ માર્ચે ઈડ્ઢની ટીમે સંદેશખાલીમાં દાણચોરીના કેસમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ઈડ્ઢ અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
સીબીઆઈએ આ કેસમાં તપાસ શરૂ કરી હતી અને આજે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં શાહજહાં શેખના ભાઈ આલમગીર શેખ,ટીએમસી યુવા પ્રમુખ કમરૂલ હુસૈન અને અન્ય એક વ્યક્તિ શિલાજુર મૌલાનો સમાવેશ થાય છે.
શાહજહાં શેખની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને તપાસ માટે સીબીઆઈને સોંપી દીધી હતી. ઈડ્ઢ પર હુમલાના કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે ૧૪ માર્ચની સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા અનેક સ્થળોની પણ સર્ચ કરી હતી. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલી ખાતે શાહજહાં શેખના ઈંટના ભઠ્ઠા પર દરોડો પાડવામાં આવ્યો હતો.