(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૮
સંદેશખાલી કેસની તપાસને લઈને મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈ તપાસ સામે રાજ્ય સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજી પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે રાજ્ય સરકારને આ મામલે કેમ રસ છે? આખરે રાજ્ય સરકાર શા માટે કોઈને બચાવવા માંગે છે?આ પહેલા આ મામલાની સુનાવણી ૨૯ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર વ્યÂક્તના હિતની રક્ષા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કેવી રીતે કરી શકે? ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી ઉનાળાના વેકેશન બાદ થશે.
સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીના મામલામાં સીબીઆઈ તપાસના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ રાશન કૌભાંડ કેસમાં શાહજહાં શેખની ધરપકડ કરવા પહોંચી હતી, ત્યારે હજારોના ટોળાએ ઈડ્ઢ ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનાના લગભગ ૫૫ દિવસ બાદ શાહજહાંની ધરપકડ કરવામાં આવી હતી. શાહજહાં શેખ પર હત્યા, મહિલાઓની જાતીય સતામણી, જમીન પચાવી પાડવા, ઈડ્ઢ ટીમ પર હુમલા જેવા અનેક ગંભીર આરોપો છે.આ ઘટના બાદ પણ સીબીઆઈએ સંદેશખાલીમાં દરોડા ચાલુ રાખ્યા હતા. એપ્રિલ મહિનામાં સીબીઆઈએ સંદેશખાલીમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખના નજીકના ગણાતા અબુ તાલેબના બે સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. સીબીઆઈએ શાહજહાં શેખના ભાઈ શેખ આલમગીરની પણ પૂછપરછ કરી હતી.