સાવરકુંડલા તાલુકા શહેરમાં સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય
આભાર – નિહારીકા રવિયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વેલનાથ વાડી, ભુવા રોડ પરથી રાજમાર્ગે પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી હતી. સમગ્ર શહેરમાં “જય વેલનાથ”ના ગુંજતા નાદથી આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
આ શોભાયાત્રામાં કોળી સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. પરંપરાગત વેશભૂષા, ધાર્મિક ધ્વજ અને ભજન-કીર્તન સાથે યાત્રા ભવ્યતા અને ભક્તિભાવનું અનોખું દૃશ્ય રજૂ કરતી હતી. કાર્યક્રમનું
નેતૃત્વ સાવરકુંડલા કોળી સમાજના પ્રમુખ બટુકભાઈ ઉનાવા, ઉપપ્રમુખ મુકેશભાઈ દુબાણીયા તેમજ સમાજના આગેવાનો હસુભાઈ ચાવડા, કમલેશભાઈ રાનેરા, બાલાભાઈ અને દિનેશભાઈ વેલનાથે સંભાળ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર કોળી સમાજ એકત્રિત થઈ સંત વેલનાથ બાપુના જીવનમૂલ્યોને યાદ કર્યા અને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમ શ્રધ્ધા, એકતા અને સામાજિક સૌહાર્દનું સુંદર પ્રતિક બની રહ્યો હતો.










































