અમરેલી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા, સંત ભોજાબાપાના આશીર્વાદ લેવા માટે, દર પૂનમે ફતેપુર ખાતે દર્શન કરવાનો સંકલ્પ લેવાયો છે. આ સંતે ચાબખા દ્વારા સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપ્યો હતો. પદયાત્રા પછીની પહેલી પૂનમે, આ સંકલ્પને સાકાર કરવા માટે, દિનેશભાઈ ભૂવાની આગેવાનીમાં સુરેશભાઈ દેસાઈ, ગણપતભાઈ સેંજલિયા, જે.પી. સાહેબ, અરજણભાઈ કોરાટ, સંજયભાઈ રામાણી, ગોપાલભાઈ કચ્છી સહિતના ૨૫થી વધુ આગેવાનોએ ભોજાબાપાના દર્શનનો લાભ લીધો હતો. આગેવાનોએ લોકોને દર પૂનમે મોટી સંખ્યામાં જોડાઈને આ ક્રમ જાળવી રાખવા માટે અપીલ કરી છે.