અમરેલીના સંજોગ ન્યુઝ પેપર સાથે સંકળાયેલા લેખક વિપુલ પટેલે શૈક્ષણિક ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે આણંદ ખાતે આવેલી સીવીએમ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાંથી તેમને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ છે. આ સફળતા બાદ હવે તેઓ ડા. વિપુલ પટેલ તરીકે ઓળખાશે. પીએચડી ડિગ્રી પ્રાપ્ત થવાને પગલે તેમના મિત્રો, સહકર્મીઓ અને સંજોગ ન્યુઝ પરિવાર દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.









































