ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની ૧૮મી લીગ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે, જેમાં સીએસકે સ્ટાર સંજુ સેમસને રેકોર્ડબ્રેક સદી ફટકારી છે. દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હાર્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૨૧૨ રન બનાવ્યા. સંજુ સેમસનએ ૫૬ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને અણનમ ૧૧૫ રન બનાવ્યા. આ સાથે, સંજુ સેમસન કોહલી અને રોહિતના ચુનંદા ક્લબમાં જાડાઈ ગયો છે.
ટી૨૦ ક્રિકેટની શરૂઆતથી, આ ફોર્મેટમાં કેટલાક સૌથી પ્રભાવશાળી ભારતીય ખેલાડીઓ જાવા મળ્યા છે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા મોખરે છે. આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ટી૨૦ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે સંજુ સેમસન ટી૨૦ ક્રિકેટમાં ૪૦૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. સંજુ સેમસન પહેલા, ફક્ત રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. રોહિત શર્મા પાસે હાલમાં ટી ૨૦ માં કુલ ૫૫૪ છગ્ગા છે, જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે ટી ૨૦ માં ૪૪૧ રન બનાવ્યા છે, જ્યારે સૂર્યકુમાર યાદવે ૪૪૨ છગ્ગા ફટકાર્યા છે. સંજુ સેમસન વિશે વાત કરીએ તો, તેની પાસે હવે ટી ૨૦ ક્રિકેટમાં કુલ ૪૦૧ છગ્ગા છે.
દિલ્હી કેપિટલ્સ સામેની તેની સદી સાથે, સંજુ સેમસન એક ખાસ સંદર્ભમાં વિરાટ કોહલીની બરાબરી પણ કરી ચૂક્્યો છે, જ્યાં તે હવે ૨૦૦ થી વધુ સ્કોરની ટીમની ઇનિંગ્સમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી સાથે બરાબરી કરી ચૂક્્યો છે.આઇપીએલમાં આ સંજુ સેમસનની ચોથી સદી હતી, જેમાંથી ત્રણમાં તેની ટીમે ૨૦૦ કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. ક્રિસ ગેલ અને જાસ બટલર આ યાદીમાં સંયુક્ત રીતે ટોચ પર છે, જેમણે ટીમના ૨૦૦ થી વધુ સ્કોરમાં ચાર-ચાર સદી ફટકારી છે.















































