રાજ ઠાકરે એક અલગ પાર્ટીનું નેતૃત્વ કરે છે, તેમના રોલ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ છે

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એમએનએસ વડા રાજ ઠાકરે મહારાષ્ટÙમાં એક પારિવારિક લગ્ન દરમિયાન મળ્યા હતા. સોમવારે રાજ ઠાકરેની બહેન જયવંતી ઠાકરે-દેશપાંડેના પુત્રના લગ્ન સમારોહમાં બંને ભાઈઓ સાથે જાવા મળ્યા હતા. બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. બંનેની તસવીર પણ સામે આવી હતી, જે બાદ બંને વચ્ચે રાજકીય સમાધાનની અટકળો શરૂ થઈ હતી. આ દરમિયાન શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના રાજકીય તાલમેલ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટÙને ઠાકરે પરિવાર સાથે ઊંડો લગાવ છે. જા ઉદ્ધવ અને રાજ સાથે આવશે તો મહારાષ્ટ્રની જનતા ખુશ થશે. રાઉતે કહ્યું કે રાજ ઠાકરે એક અલગ પાર્ટીનું નેતૃત્વ કરે છે, તેમના રોલ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ છે, જ્યારે અમારા માટે તેઓ મહારાષ્ટÙના દુશ્મન છે.
રાજ અને ઉદ્ધવ વચ્ચે રાજકીય સમાધાનની અટકળોને નકારી કાઢતા તેમણે કહ્યું કે ઉદ્ધવ અને રાજ ઠાકરે પરિવારના સભ્યો છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેની પારિવારિક સમારોહમાં સભાને રાજકીય પરિપ્રેક્ષ્યથી જાવી બહુ વહેલું ગણાશે.
રાઉતે વધુમાં કહ્યું કે (એનસીપી ચીફ) અજિત પવાર તેમના કાકા શરદ પવારને પણ મળે છે. રોહિત પવાર (એનસીપી,એસપી ધારાસભ્ય ) પણ તેમના કાકા અજિત પવારને મળે છે. પંકજા મુંડે અને તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે અલગ-અલગ પક્ષોના સભ્યો છે, પરંતુ તેઓ મુંડે પરિવારના સભ્યો છે. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્રો અલગ-અલગ પાર્ટીમાં છે, તેમ છતાં બધા એકબીજાને મળે છે.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેના પરિવારના સભ્યો દાદરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્ધવના મોટા ભાઈ જયદેવ ઠાકરેની પૂર્વ પત્ની સ્મિતતા ઠાકરે પણ હાજર હતી. ગત સપ્તાહની શરૂઆતમાં રાજ ઠાકરેએ રÂશ્મ ઠાકરેના ભાઈ શ્રીધર પાટણકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી. જાકે, ઉદ્ધવ આવે તે પહેલા જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
રાજ ઠાકરેએ ૨૦૦૫માં શિવસેના છોડી અને બીજા વર્ષે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી. ત્યારથી બંને ભાઈઓ વચ્ચે તણાવ વધી ગયો હતો. બંને વચ્ચે વર્ષો સુધી વાતચીત થઈ ન હતી. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટÙ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના યુબીટીએ ૨૦ બેઠકો જીતી હતી. જ્યારે રાજની પાર્ટીને એક પણ સીટ મળી નથી.