મહારાષ્ટ્રમાં જોડતોડની રાજનીતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. હવે મુંબઈ ક્રાઈમ બ્રાંચે સંજય રાઉતને નોટીસ મોકલી છે.અહેવાલો અનુસાર, આ નોટિસ સંજય રાઉતને મુખ્યમંત્રી કાર્યાલયમાં જેલમાં બંધ ગુનેગારો સાથે ડીલ કરવાના આરોપો પર જારી કરાઈ છે.
જણાવી દઈએ કે, એકનાથ શિંદે સરકાર પર સતત હુમલો કરનારા સંજય રાઉતે ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યંર હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ગુનેગારો સાથે ડીલ ચાલી રહી છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે જેલમાં બંધ ગુનેગારો સાથે ફોન પર વાત કરવામાં આવી રહી છે.નોટિસ જારી કર્યા પછી મુંબઈ પોલીસે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે તેમને પુરાવા રજૂ કરવા માટે નોટિસ મોકલી છે. તેમના જવાબ પછી પોલીસ આ મામલાની તપાસ કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, શિવસેના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી કાર્યાલય પર આરોપ લગાવતા દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા ખતરનાક ગુનેગારોને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે આ સમગ્ર મામલે ટૂંક સમયમાં પુરાવા રજૂ કરશે.