ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સેક્શન ઓફિસર સંજયભાઈ ખખ્ખરને સેક્શન ઓફિસર તરીકે પ્રમોશન મળતા રઘુવંશી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી છે. લોહાણા યુવા સંગઠન અને શ્રી જલારામ સેવા સમાજ સાથે સંકળાયેલા સંજયભાઈ લાંબા સમયથી સમાજસેવા સાથે જોડાયેલા છે. તેમના પ્રમોશન બદલ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તેમજ જૂનાગઢ, અમરેલી અને સાવરકુંડલાના અગ્રણીઓએ હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.










































