રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની પત્રિકામાં સિસૌલીના લોકોને ખાલિસ્તાન સમર્થત બતાવનારા લેખને લઇ ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈત ઉશ્કેરાઇ ગયા હતાં રાકેશ ટિકૈતે અહીં આયોજીત ત્રણ દિવસીય કિસાન શિબિરના બીજો દિવસે પત્રકારો સાથેની વાતચીત કરતા સંધની પત્રિકામાં છપાયેલા લેખ પર વાંધો ઉઠાવ્યો.તેમણે કહ્યું કે સિસૌલીના લોકોને ખાલિસ્તાની બતાવનારા ભાગને હટાવી પત્રિકામાં યોગ્ય તથ્ય નહીં છાપે તો અમે લેખ લખનારા અને છાપનારાઓની વિરૂધ્ધ કેસ દાખલ કરાવીશું.
રાકેશ ટિકૈતે કહ્યું કે પત્રિકામાં છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે અમે ખાલિસ્તાનીઓનું સમર્થન કર્યું ભાઇ તે એ બતાવી કે કે શું પુરાવા છે શું દેશના તમામ સરદાર ખાલિસ્તાની છે અમે કહ્યાંથી આવ્યા છીએ ભાઇ અમને પણ બતાવી દો.તેમણે કહ્યું કે જયાં સુધી તેને લઇ સ્પષ્ટીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી સંધની શાખાનો પૂર્ણ રીતે બહિષ્કાર કરીશું રાકેશ ટિકૈતે કહ્યું કે લેખમાં અમારા પરિવારની બાબતમાં જે છપાયુ છે સંગઠનની બાબતમાં જે છપાયું છે તેને તેઓ યોગ્ય કરી છાપે તેમણે કહ્યુયં કે લેખમાં અમારી તસવીર ખરાબ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અમે તેનો પુરી રીતે વિરોધ કરીશું ટિકૈતે સંધની શાખાઓના વિરોધનની જોહેરાત કરી અને કહ્યું કે જયાં જયાં સંધની શાખા લાગશે ત્યાં ત્યાં અમે પણ શાખાઓ લગાવીશું લાકડીઓ તો અમારી પાસે છે જ તેમણે કહ્યું કે કિસાનની લાઠી પરમાનેંટ છે આ તો નકલી લાકડીઓ રાખનારા લોકો છે કિસાન નેતાએ કહ્યું કે તે ઝેર ભેળવવાનું કાર્ય કરે છે તે આજે ખબર પડી આ પુજો પાઠ કરનારા લાગે છે પરંતુ છે નહીં
કિસાન નેતા રાકેશ ટિકૈતે સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો અને કહ્યું કે દેશ આવી રીતે ચાલે નનહીં તેમણે આ યોજનાની વિરૂધ્ધ ૩૦ જુને જીલ્લા મુખ્યમથકો પર પ્રદર્શન કરવાની પણ જોહેરાત કરી અને કહ્યું કે આગળની રણનીતિ ત્યાં નક્કી કરવામાં આવશે. રાકેશ ટિકૈતે લાલ કોઠીઠી ચરણસિંહ ઘાટ સુધી પગપાળા માર્ચ કરવાની પણ જોહેરાત કરી છે.