સંગીત નિર્દેશક એ.આર.રહેમાનને બ્રિટીશ કાઉન્સીલનાં ‘ઈન્ડીયા યુ કે ટુગેધર સીઝન ઓફ કલ્ચરના એમ્બેસેડર તરીકે પસંદ કરાયા છે. જેનો ઉદેશ ઉભરતા કલાકારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનાં અવસરે મંગળવારે ભારતમાં બ્રિટનના ઉપ ઉચ્ચાંયુકત જોન થોમસન અને બ્રિટીશ કાઉન્સીલનાં ડાયરેકટર (ભારત) બાર્બરા વિક્રમ દ્વારા સીઝન ઓફ કલ્ચર લોંચ કરવામાં આવ્યું હતું. સીઝન ઓફ કલ્ચરનાં માધ્યમથી ૧૪૦૦ થી વધુ કલાકાર ભારત, બ્રિટન, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉતરી આર્યલેન્ડના લાખો દર્શકો સામે પોતાના સહયોગનું પર્ફોમન્સ કરશે.સીઝન ઓફ ક્લ્ચરનું લક્ષ્?ય કલા, શિક્ષણના ક્ષેત્રમાં ભારત-યુકેનાં કલ્ચરને મજબૂત બનાવવાનું છે.