ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોડેલ એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું છે.ત્યારે રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. મહત્વનું છે કે એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી ઝપાઝપી થઈ હતી.
સંખેડાના કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર અને સુપર મોડેલ એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગત મોડી સાંજે મતદાન મથકે બબાલ થઈ હતી. હવે એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત ૧૨ લોકો સામે FIR નોંધાઇ છે.
કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત મોડી સાંજે સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત ૧૨ સામે FIR નોંધાવવામાં આવી છેપ મહત્વનું છે કે એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ પણ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્‌સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્‌સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો ૧૦૦ જેટલી બ્રાન્ડ્‌સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જાઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.